નવી દિલ્હી :છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને યુપીની સરહદ પર ચાલતી બસની રાજનીતિ કદાચ સરહદ પર સમાપ્ત થઈ ગઈ હશે, પરંતુ આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ હજી આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે યુપી સરકરા પર નિવેદન આપ્યું હતું.મદદ માટે કોઇ નાનું મોટું નથી હોતું.ભલે યુપી સરકરા કામ કરી રહી હોય પરતું પ્રિયંકા ગાંધીએ મહાસચિવ તરીકે બસની વ્યવસ્થા કરી હતી.
મદદ માટે બસની વ્યવસ્થા રાજસ્થાન સરકારે નથા કરી બલ્કી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. કોઇને મદદ કરવું તે ખોટુ નથી.પ્રિયંકા ગાંધીએ લોકોની મદદ કરવા માટે બસની સુવિધા કરી હતી જે હવે તેમના પર ફરિયાદ નોંધવામાં આવી.
પાયલટે કહ્યું કે યુપી સરકારે ક્યારે પેપરને લઇ વાત કરી તો ક્યારે કહ્યું કે બસોની સંખ્યા ઓછી છે આ તો ખોટી વાત છે.