આ તમામ મહિલા સાંસદોનું કહેવું છે કે, રાહુલ ગાંધી રેપની ઘટનાઓને રાજકીય હથિયાર બનાવવા માગે છે. આ દરમિયાન ભાજપની તમામ મહિલા સાંસદો પોતાની ચેર પરથી ઉભા થઈ રાહુલ ગાંધી માફી માગે તેવા નારા લગાવવાનું શરુ કર્યું હતું.
હકીકતમાં જોઈએ તો, ઝારખંડના ગોડ્ડામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, પણ આજ કાલ આપણે જ્યાં પણ જોઈએ ત્યાં દેખાઈ છે રેપ ઈન ઈન્ડિયા. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના ધારાસભ્યએ પેહલા દુષ્કર્મ કર્યું અને બાદમાં તે પીડિતા મોતને હવાલે થઈ ગઈ પણ મોદીએ એક શબ્દ ન કહ્યો. જણાવી દઈએ કે, લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ શુક્રવારના રોજ રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો થયો હતો.