વાડ્રાએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, અમારી સુરક્ષા ખાસ રીતે અમારા દેશની મહિલાઓને સુરક્ષિત રાખવા અને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવવાને લઇને છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે, દેશમાં સુરક્ષા સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે.
વધુમાં કહ્યું કે, છોકરીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ થઇ રહ્યું છે. દરેક નાગરિકની સુરક્ષાની જવાબદારી છે. જો આપણે દેશ અને આપણા ઘરમાં જ સુરક્ષીત નથી, રસ્તાઓ પર સુરક્ષીત નથી, દિવસ અને રાત્રે સુરક્ષીત નથી, તો આપણે ક્યાં અને ક્યારે સુરક્ષિત છીએ.