ETV Bharat / bharat

રિયા ચક્રવર્તીની પૂછપરછમાં બૉલીવુડના 25 સ્ટાર્સના નામ ખૂલ્યા, NCB મોકલી શકે છે સમન - રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે NCBની (નાર્કોટિક્સ કન્ટ્રેલ બ્યૂરો) ટીમ જલદી જ ડ્રગ કનેક્શન મામલે બૉલીવુડના 25 સિતારાઓને સમન મોકલી શકે છે. જેના નામ રિયા ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા અને દિપેશ સાવંતની પૂછપરછમાં બહાર આવ્યા છે.

sushant case updates
sushant case updates
author img

By

Published : Sep 8, 2020, 4:31 PM IST

મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલથી તપાસ માટે CBI અને EDની સાથે NCBની ટીમ પણ તપાસ માટે જોડાઇ છે. જે અંતર્ગત NCBની ટીમ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ કરી રહી છે.

રિયાના માધ્યમથી NCBની ટીમે બૉલીવુડના 25 સિતારાઓના નામની યાદી તૈયાર કરી છે. જે લોકોના નામ ડ્રગ્સ કનેક્શનમાં સામેલ છે.

રિયા ઉપરાંત દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાંડાએ પણ એવા અભિનેતાઓના નામ લીધા છે જે લોકો ડ્રગ્સ કનેક્શન સાથે જોડાયેલા છે. આ લોકોને જલ્દી જ NCB દ્વારા સમન મોકલવામાં આવી શકે છે.

આ પહેલા રવિવારે NCBએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ કરી હતી. સોમવારે પણ NCBએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બરે રિયાના ભાઇ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડા અને હાઉસ હેલ્પર દીપેશ સાવંતની પણ ધરપકડ કરવામાં આવી હતી અને 9 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.