રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સ્વતંત્ર રીતે ઇજનેરી, ખરીદી અને બાંધકામ (ઇપીસી)ના કરાર માટે ભાગ લીધો છે. તેમાં રનવે, બેઝિક સ્ટ્રીપ્સ, ટર્નિંગ પેડ, ટેક્સીવેજ, એપ્રન, અન્ય રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ્સ, ફાયર ફાઇટર સેન્ટર, કૂલિંગ પીટ અને અન્ય કામોની વિગતવાર ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, નિર્માણ અને ખરીદી પણ શામેલ છે.
નવા હવાઇ મથકનું નિર્માણ અમદાવાદ અને રાજકોટને જોડતા નેશનલ હાઇવે 8B નજીક થઈ રહ્યું છે. જે હાલના રાજકોટ એરપોર્ટથી 36 કિમી દૂર છે.