ઝારખંડ: રાંચીમાં રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)ના એક દર્દીએ ભૂખમરાથી બચવા ચોખા ખાધા હતા, જેને ઓપીડી સંકુલમાં પક્ષીઓ માટે ફેંકી દેવામાં આવતા હતા. આ દર્દીનું નામ ફિલિપ છે. તે છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં હતો. આ દર્દી ભૂખથી તડપી રહ્યો હતો. તેના એક પગમાં સળિયા લગાવેલો હોવાથી જમવા માટે બહાર જવું તેના માટે શક્ય નથી.
ઇટીવી ભારતે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફિલિપ પોતાની વ્યથા વ્યક્ત કરવાની સ્થિતિમાં ન હતો. રિમ્સના ડાયરેક્ટર, ડૉ ડી. કે. સિંહે કહ્યું કે, મેં તેના ફોટાગ્રાફ્સ જોયા છે. મેં તેના વિશે પૂછપરછ કરી છે. જો કોઈ દર્દી સાથે ન હોય તો, તેને કેમ રજા આપવામાં આવી?
આ અગાઉ પણ આવી ઘટના 9 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે ભૂખથી પીડાતી એક મહિલાએ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ કોરિડોરમાં જીવતું કબૂતર ખાવાનો પ્રયાસ કર્યો હતો.