ETV Bharat / bharat

સુશાંત સિંહ રાજપૂત કેસ: NCB સામે રિયાએ ડ્રગ્સને લઈ કર્યો ખુલાસો

NCB ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ દરમિાન રિયાએ ખુલાસો કર્યો છે કે તે ડ્રગ્સ લેતી હતી. જોકે અત્યાર સુધી રિયા એ વાત પર જ અડગ હતી કે તેણીએ ક્યારેય ડ્રગ્સ નથી લીધુ.

author img

By

Published : Sep 8, 2020, 7:43 AM IST

Updated : Sep 8, 2020, 1:49 PM IST

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

મુંબઇઃ NCB ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ દરમિાન રિયાએ ખુલાસો કર્યો છે કે તે ડ્રગ્સ લેતી હતી. જોકે અત્યાર સુધી રિયા એ વાત પર જ અડગ હતી કે તેણીએ ક્યારેય ડ્રગ્સ નથી લીધુ.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી પર સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવારે NCBએ ફરી એકવાર તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી, જોકે NCB ઓફિસ બાદ રિયા બાંદ્રા પોલીસ સ્ટેશન ગઈ હતી. સોમવારે રિયાએ સુશાંત સિંહની બહેન પ્રિયંકા વિરૂદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મંગળવારે NCB રિયા ચક્રવર્તીની ફરી પૂછપરછ કરશે. આ આગાઉ પૂછપરછમાં શરૂઆતમાં રિયાએ જણાવ્યું હતું કે, તેણે લોકડાઉનમાં ડ્રગ્સ મંગાવ્યો હતો, પરંતુ આ દવાઓ પોતાના માટે નહીં સુશાંત માટે હતી. બીજી બાજુ શૌવિક અને સેમ્યુઅલ મિરાન્ડાને 9 સપ્ટેમ્બર સુધી NCB રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તેમને 9 મીએ કોર્ટમાં હાજર કરવામાં આવશે. પરંતુ આ પ્રક્રિયા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા વિરુદ્ધ નોંધાવ્યો છેતરપિંડીનો કેસ

બીજી તરફ, NCBએ રવિવારે બોલિવૂડના સ્વ.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતુ સિંહનું નિવેદન સતત બીજા દિવસે રેકોર્ડ કર્યું છે. નિવેદનની નોંધણી CBI તપાસનો એક ભાગ છે, જેમાં એજન્સી એવા દરેક વ્યક્તિને બોલાવશે જે સુશાંતના ઘરે હાજર હતા.

Last Updated : Sep 8, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.