ETV Bharat / bharat

ધર્મેન્દ્ર પ્રધાનની રેલવે મંત્રાલયને અપીલ,કહ્યું- ઓડિશાથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરો - કોરોના વાઇરસ

ધર્મેન્દ્ર પ્રધાને રેલ પ્રધાનને પત્ર લખી ઓડિશાને શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ કરવા વિનંતી કરી છે.

Restart Shramik Special trains from Odisha: Dharmendra Pradhan to rail minister
ઓડિશાથી શ્રમિક ટ્રેનો ફરીથી શરૂ કરો : ધર્મેન્દ્ર પ્રધાન
author img

By

Published : Sep 9, 2020, 12:13 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રેલવે પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રવાસી મજૂરોને તેમના કાર્યસ્થળ સુધી પરત લાવવા માટે ઓડિશામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને શરૂ કરવા વિનંતી કરી છે.

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે લગાવવામાં આવી રહેલ લોકડાઉનને કારણે હજારો પ્રવાસી મજૂરો પગપાળા પોતાના ઘર પહોંચ્યા હતા. રેલવે પ્રધાનને લખેલા પત્રમાં ધર્મેન્દ્રએ કહ્યું છે કે, તેમને ઓડિશાના પ્રવાસી મજૂરો તરફથી ટ્રેન સેવા શરૂ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. જેનાથી તે તેમના કાર્યસ્થળ પર પહોંચે.

તેમણે કહ્યું કે, દેશ અનલોક સાથે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. જેથી પ્રવાસી મજૂરો માટે રેલવે સેવા ફરી શરૂ કરવી જોઈએ. પ્રધાને પત્રમાં જણાવ્યું છે કે, મને કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ઓડિશાથી બસ પરિવહન સેવા આપવા તૈયાર છે, પરંતુ હાલની ચોમાસાની સિઝનમાં માર્ગ દ્વારા લાંબી અને મુશ્કેલ મુસાફરી શક્ય નથી. તેમજ સલામત પણ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.