એક અધિકારીએ શુક્રવારે આ અંગે જણાવ્યું હતું કે, વોટ્સએપ પર આવેતા વાંધાજનક સંદેશાઓની સામે હવે લોકો ટેલિકોમ વિભાગ પાસે પોતાની ફરિયાદ નોંધાવી શકશે. તેના માટે પીડિતને મોબાઈલ નંબરની સાથે સંદેશાઓનો સ્ક્રીનશૉટ લઈને ccaddn-dot@Nic.in પર ઈમેલ કરવાનો રહશે.
ટેલિકોમ વિભાગનાં સંચાર નિયંત્રણ (કંટ્રોલર કોમ્યુનિકેશન્સ) આશીષ જોશીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘જો કોઈને ધમકી આપતા, વાંધાજનક, અશ્લિલ વોટ્સએપ સંદેશા આવતા હોય તો તે મોબાઈલ નંબરની સાથે સંદેશાના સ્ક્રીનશૉટને ccaddn-dot@Nic.in પર ઈમેલ કરી મોકલી શકે છે.
આશીષ જોશી વધુમાં જણાવ્યું કે, ‘અમે જરૂરી કાર્યવાહી માટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને પોલીસ અધિકારીઓની સમક્ષ રાખીશું જે આગળની કાર્યવાહી કરશે.’
અનેક પત્રકારો સહીત લોકપ્રિય હસ્તિઓને અભદ્ર અને ધમકી ભર્યા સંદેશાઓ મળ્યાની ફરિયાદ આવતી હોય છે. ત્યાર બાદ આ પગલા લેવામાં આવ્યા છે.
DTOએ 19 ફેબ્રુઆરીએ એક આદેશમાં જણાવ્યું કે, લાઇસન્સની શરતે નેટવર્ક પર વાંધાજનક, અશ્લિલ અનધિકૃત અથવા અન્ય રીતે ખોટા સંદેશા મોકલવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
આદેશમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને ખોટા સંદેશા મોકવા વાળા ગ્રાહકો પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે, આ ગ્રાહક આવેદન ર્ફોમમાં કરવામાં આવેલી ગ્રાહક સંબંધિત જાહેરાતનું ઉલ્લંઘન પણ કરે છે.