મુંબઈની એક હોટલમાં 14 બાગી ધારાસભ્યોએ સોમવારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓથી જોખમ હોવાની ફરિયાદ નોંધાવી છે. છેલ્લા પાંચ દિવસમાં તેમના તરફથી આવી બીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસ અને કર્ણાટકના કોઈ પણ કોંગ્રેસી નેતાઓને મળવા માગતા નથી. મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ અમને તેમનાથી જોખમ છે. આ પહેલાં પણ બળવાખોર ધારાસભ્યોએ પવઈ પોલીસને પત્ર લખીને સુરક્ષા માંગી હતી.
તેમણે પોલીસને વિનંતી કરી કે, કોંગ્રેસી નેતાઓને રેનેસાં હોટલમાં તેમના સુધી પહોચવામાં રોકવામાં આવે, કારણ કે કોંગ્રેસના નેતાઓથી તેમની જોખમ છે. ધારાસભ્યોએ પોતાની ફરિયાદની એક કોપી જોન 10ના પોલીસ નાયબ કમિશનર અને હોટલની સિક્યોરિટી અને મેનેજમેન્ટને પણ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે, 9 જૂલાઈએ એક ડઝનથી વધારે બાગી ધારાસભ્યોએ મુંબઈ પોલીસને આવો એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કર્ણાટક સરકારમાં પ્રધાન ડી.કે શિવકુમાર અને અન્ય કોંગ્રેસના નેતાઓને મળવાની ના પાડી હતી.