ETV Bharat / bharat

"ખેડુતોને પુનરાશ્વાસન આપો" એમ.એસ. સ્વામિનાથન એ સરકારને સુચવ્યુ - કૃષીલક્ષી ઓજારો

જાણીતા કૃષિવિજ્ઞાની અને પ્રોફેસર એમ.એસ. સ્વામિનાથને સરકારને અપીલ કરી છે કે દેશભરમાં લોકડાઉન પ્રતિબંધોથી અસરગ્રસ્ત ખેડૂતોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. તેમણે શુક્રવારે એક નિવેદન જારી કરીને સરકારને ઘણા સૂચનો કર્યા હતા.

ો
"ખેડુતોને પુનરાશ્વાસન આપો" એમ.એસ. સ્વામિનાથન એ સરકારને સુચવ્યુ
author img

By

Published : Apr 22, 2020, 5:10 PM IST

  • પાકના ખરીદ ભાવને જાળવવા માટે ‘બજાર હસ્તક્ષેપ’ ની યોજનાને અમલમાં મૂકવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભાવો તફાવત સમાન રીતે ભોગવી, ખેડૂતને મદદ કરવી જોઇએ
  • મજૂરોના સ્થાનિક પરિવહનને મંજૂરી આપવી જોઇએ.
  • ખેડૂતો તેમની કૃષિ જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે તે માટે, સરકારોએ ખેડુતો કૃષીલક્ષી ઓજારો અથવા મશીનો મેળવી શકે તેને પ્રાધાન્ય આપવું જોઈએ.
  • કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રવિ પાકની ખરીદી અને તેની જાળવણી ની ખાતરી આપવી જોઇએ
  • ખરીફ મોસમના વાવેતર માટે ખેડૂતોએ તૈયાર રહેવાની જરૂર છે. જરૂરીયાતોને પહોંચી વળવા માટે, જૂના લેણાઓને ધ્યાનમાં લીધા વિના, નવી લોન પૂરી પાડવાની જરૂર છે.
  • ખેડૂતને વિવિધ ખાનગી ધીરનાર અને વેપારીઓ સામે આર્થિક સુરક્ષા આપવી જોઈએ. આવા વેપારીઓ અને ધીરનારને આગામી લણણી સુધી ખેડુતો પાસેથી વ્યાજ વસુલ ન કરવા આદેશ આપવાની જરૂર છે.
  • 'પીએમ કિસાન' યોજના અંતર્ગત ખેડુતોને રૂ .6,000 મળી રહ્યા છે. આ રકમ વધારીને રૂ .15,000 કરી શકાય છે, જેમાંથી અડધા તત્કાળ અસરથી તેમના ખાતામાં જમા થઈ શકે છે.
  • જેનાથી ખેડુતોને ફાયદો થાય તેવી ઉપરોક્ત તમામ અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓમાં વિવિધ ખેડૂત ઉત્પાદક મંડળીઓ સક્રિયપણે ભાગ લઇ રહી છે કે કેમ તેનું ધ્યાન રાખવુ પડશે
  • ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ પાક કાપવા અને કાપણી ખર્ચ ચૂકવવા જોઇએ.
  • જ્યાં સુધી બજારો સંપૂર્ણ સક્રિય ન થાય ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ અને અન્ય વેરહાઉસ પાકના સંગ્રહ માટે ઉપલબ્ધ કરાવવા જોઈએ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) જે રીતે દૂધને સંગ્રહિત કરવામાં વ્યૂહરચના આપનાવી રહી છે તેવી વ્યૂહરચના બાગાયતી પાકના માટે રાષ્ટ્રીય બાગાયતી વિકાસ બોર્ડ (એનએચડીબી) અપનાવી જોઇએ
  • સરકારે ખરીફ વાવેતરની સિઝન સુધીમાં, સંબંધિત અને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા પગલાં લેવા જોઈએ.
  • કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકાને માન્યતા આપો અને તેમને તકનીકી અને આર્થિક સશક્તિકરણ પુરૂ પાડો.
  • સફળ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે ખેડુતોને મૂલ્યવર્ધીત મશીનરી પુરી પાડવી જોઇએ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.