જે લોકોના મોત નિપજ્યા છે, તે લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ હલસી પોસીલ વિસ્તારમાં લગ્ન હતા અને ત્યા આ ટ્રકે કાબુ ગુમાવતા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ટ્રક ચાલક ફારાર થઇ ગયો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા હતાઅને ઘાયલને સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવી આગળની તપાસ શરૂ કરી હતી.