હૈદરાબાદ: કાળ બનેલા કોરોના વાઈરસના કારણે દેશમાં લોકડાઉન કરાયું છે. જેથી દેશની આર્થિક સ્થિતિ નબળી પડી રહી હતી, ત્યારે કેટલાંક ઉદ્યોગકારો અને નેતા અભિનેતાઓએ સંકટ સમયે આગળ આવીને આર્થિક કરવાનો બીડું ઝડપ્યું છે. સૌ કોઈ પોતાના રાજ્યમાં બનતી સહાય કરી રહ્યાં છે. તેલંગાણામાં પણ રામોજી ગ્રુપે આંધ્રપ્રદેશ અને તેલંગાણના પ્તત્યેક રાજ્યને 10 કરોડ દાન કરીનો માનવતા દાખવી છે.
કોરોના સંક્રમણના કારણે ઉભી થયેલી પરિસ્થિતી વિશે વાત કરતાં રામોજી રાવે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે તેઓ સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનને મળી શક્યા નથી. પણ આ રકમ સંબંધિત ખાતામાં જમા થઈ ગઈ છે.
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ સમય પણ નહી ટકે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. આપણે સાથે મળીને આ પરિસ્થિતીને સામનો કરવાનો છે. હું આ લડત સામે લડનારા મુખ્યપ્રધાનને શુભેચ્છા પાઠવું છું. આશા છે કે, તેલુગુ રાજ્યના લોકોમાં સ્વાસ્થયમાં જલ્દીથી સુધારો થાય.