પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ, રામબનના બટોટ વિસ્તારમાં 5 આતંકીઓ હાજર હોવાની સૂચના મળી હતી. જેમાંથી ત્રણ એક ઘરમાં છૂપાઈ ગયા હતા. આતંકીઓએ એક નાગરિકને બંધક બનાવ્યો હતો. પોલીસ, સેના અને CRPFએ વિસ્તારનો ઘેરાવો કર્યો અને લગભગ 4 કલાક ચાલેલી અથડામણ બાદ બંધકને છોડાવ્યો હતો.
ગોળીબારી અને અથડામણમાં નાયક રાજેન્દ્ર સિંહ શહીદ થયા હતા. જ્યારે અન્ય 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. જણાવી દઈએ કે, નાયક રાજેન્દ્ર સિંહ રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા. તેમના પાર્થિવ દેહને આજે તેમના વતને પહોંચાડવામાં આવશે. નાયક રાજેન્દ્ર સિંહ જૈસલમેરના મોહનગઢમાં રહેતા હતા.