ન્યૂઝ ડેસ્ક: જાણકારો કહે છે કે તે પ્રમાણે મૂળ રામ જન્મભૂમિ મંદિર બાબરી મસ્જિદનું માળખું તૂટી પડ્યું તેની સાથે તૂટી પડ્યું હતું. તેમાંથી માત્ર મૂર્તિને બહાર કાઢી લેવામાં આવી હતી. બાદમાં તેને કામચલાઉ તંબુમાં મૂકીને પૂજા શરૂ રાખવામાં આવી હતી. છઠ્ઠી ડિસેમ્બરે ઇમારત ધ્વસ્ત થઈ ગઈ તેના કાટમાળમાં મૂળ ગર્ભગૃહ ક્યાં હતું તે સ્પષ્ટ રહ્યું નહોતું.
ત્રીજી ઑગસ્ટથી નવા રામ મંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્તના સમારંભનો પ્રારંભ ત્રીજી ઑગસ્ટથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઑગસ્ટે પાંચ ચાંદીની ઈંટો પાયામાં ગોઠવીને ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમમાં 250 જેટલા મહેમાનોને આમંત્રણ આપવાનું હતું, પરંતુ હવે અતિથિઓની યાદી ઘટાડીને 125 જેટલી કરવામાં આવી છે. તેમાં એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોષી, આરએસએસના વડા મોહન ભાગવત અને રામ જન્મભૂમિ આંદોલનના મશાચલી મહંત નૃત્યગોપાલ દાસ વગેરેને સમાવેશ થાય છે. ગર્ભગૃહ જ્યાં આવશે તે ભૂમિની નીચે 40 કિલોની ચાંદીની પાટ ગોઠવવામાં આવશે.
તેનો અર્થ એ થયો કે ભગવાન રામના જન્મસ્થળ તરીકે જે સ્થળને ગણવામાં આવતું હતું તેના બદલે અન્યત્ર આ ગર્ભગૃહ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભારતની બધી જ પવિત્ર નદીઓમાંથી જળ લાવવામાં આવશે અને ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત વખતે તેનાથી પાયાનું સિંચન કરવામાં આવશે.
નવું રામ મંદિર તૈયાર થશે તે ભવ્ય અને આકર્ષક હશે. 120 એકરમાં સમગ્ર સંકુલ ફેલાયેલું હશે. તે રીતે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મંદિર બની રહેશે. સૌથી મોટું હિન્દુ મંદિર અંગકોરવાટ છે, જે કંબોડિયામાં આવેલું છે. ભારતમાં સૌથી વિશાળ મંદિર તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલું શ્રીરંગનાથ સ્વામીનું મંદિર છે. અયોધ્યાના રામ મંદિર સંકુલમાં મુખ્ય મંદિર રામનું હશે. તેની આસપાસ સીતા, લક્ષ્મણ, ભરત અને હનુમાનના મંદિરો પણ બનશે.
મંદિર સ્થાપત્યની નાગરાજ શૈલીમાં રામ મંદિરની રચના કરવામાં આવી છે. મંદિર 76,000-84,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું હશે. 1983માં ચંદ્રકાંત સોમપુરાએ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. સોમપુરા પરિવારે જ ગુજરાતના સોમનાથ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. સોમપુરા પરિવારને જ નવા રામ મંદિરની ડિઝાઇન અને તેના માટેના સુશોભિત પથ્થરોના કોતરણી કામની જવાબદારી સોંપવામાં આવી હતી. મૂળ ડિઝાઇનમાં મંદિરની ઊંચાઈ 141 ફૂટ હતી, જેને હવે વધારીને 161 ફૂટની કરવામાં આવ છે. સોમપુરાએ કરેલી મૂળ ડિઝાઇનમાં મંદિરના બે માળ હતા, પરંતુ હવે ઊંચાઈ વધી હોવાથી આકારને એક સમાન રાખવા માટે ત્રણ માળનું મંદિર બનાવાશે. મંદિરનો એક મોટો ગુંબજ હશે અને ચાર નાના ગુંબજ હશે.
રામ મંદિરની લંબાઈ 300 ફૂટ અને પહોળાઈ 280 ફૂટ હશે. તેમાં પાંચ મંડપમ હશે. ગૃહ મંડપ મુખ્ય હશે અને તેમાં જ ગર્ભગૃહ આવેલું હશે. અહીં મૂર્તિનું સ્થાપન થશે. આ સિવાય પાર્થના મંડપ, કીર્તન મંડપ, નૃત્ય મંડપ અને રંગ મંડપ હશે, જેમાં ભક્તો બેસી શકે. મંદિર એટલું વિશાળ હશે કે કોઈ પણ સમયે તેમાં 5,000થી 8,000 ભક્તો સમાવી શકે.
રાજસ્થાનના બંસી ડુંગરપુરના ગુલાબી પથ્થરોથી મંદિરનું નિર્માણ થશે. સમગ્ર મંદિરના બાંધકામમાં લગભગ 1.75 લાખ ક્યુબિક મિટર પથ્થરો વપરાશે. મંદિરમાં ઘડાયેલા પથ્થરોના 212 સ્થંભ હશે. છેલ્લા 30 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદે તૈયાર કરેલી કાર્યશાળામાં લગભગ 100 જેટલા સ્થંભોનું કોતરકામ તૈયાર પણ થઈ ગયું છે. બે તબક્કે આ પથ્થરોને ગોઠવીને સ્થંભ તૈયાર કરાશે. બાંધકામની જવાબદારી સંભાળનારા આશિષ સોમપુરા કહે છે કે, "મુખ્ય દ્વારનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે ત્યાં ઊભેલા દર્શનાર્થીને પણ દૂરથી મૂર્તિના દર્શન થઈ શકે." સોમપુરાનું માનવું છે કે લગભગ સાડા ત્રણ વર્ષમાં મંદિર તૈયાર થઈ જશે.
રામ લલ્લા પોતાનું નિવાસસ્થાન તૈયાર થઈ રહ્યું હોય તેનાથી આનંદિત હોય તે સ્વાભાવિક છે. રામ લલ્લાની મૂર્તિને ભૂમિપૂજનના દિવસે 9 કિમતી ઝવેરાત સાથેના વાઘાથી સજ્જ કરવામાં આવશે. નવ ગ્રહને ધ્યાનમાં રાખીને સુશોભિત વસ્ત્રો તૈયાર કર્યા છે, જેની જવાબદારી દરજી ભગવત પહારીને મળી છે.
- દિલીપ અવસ્થી
રામ જન્મભૂમિ કે નવું રામ મંદિર? - મોહન ભાગવત
અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરના કારણે મહત્ત્વનો સવાલ ઊભો થવાનો છે. શું તેને રામ જન્મભૂમિ કહેવામાં આવશે કે માત્ર નવું રામ મંદિર?