રાજસ્થાન: રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જોકે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. જેથી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્યોને રાજસ્થાનના આબુરોડના એક રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે. જેને લઈને કોંગ્રેસમાં કવાયત શરુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના 3 ધારાસભ્યો જીતુ ચૌધરી, અક્ષય પટેલ અને બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેથી હવે રાજ્યસભાની ચૂંટણી પહેલાં 19 જેટલા ધારાસભ્યોને બચાવી રાખવા તેમને કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં રાજસ્થાનના આબુરોડ સ્થિત રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.