નવી દિલ્હી: રક્ષાપ્રધાન રાજનાથ સિંહ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. જેના માટે તેઓ બુધવારે મોસ્કો જવા રવાના થશે.આ બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષી પર વિચાર કરવામાં આવી શકે છે. આ માહીતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, SCOના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા સિવાય, સિંહ તેમના રશિયન સમકક્ષ સેરગેઈ શોઇગુ અને ઘણા અન્ય ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે વાત કરશે, જેનો હેતુ ઘણા સંરક્ષણ પ્રાપ્તિ કાર્યક્રમોના અમલીકરણને ઝડપી બનાવવાનો છે.
SCOના સંરક્ષણ પ્રધાનોની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પૂર્વ લદ્દાખમાં તેના બે સભ્ય દેશો- ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ચીનના રક્ષાપ્રધાન જનરલ વેઇ ફેંઘે પણ બેઠકમાં ભાગ લઇ શકે છે.
SCOની બેઠક સિવાય સિંઘ અને વેઇ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની સંભાવના વિશે પૂછવામાં આવતા સૂત્રોએ જણાવ્યું હતું કે આવી કોઈ યોજના નથી.
જૂન માસ બાદ સિંઘની આ બીજી મોસ્કો મુલાકાત હશે. તેમણે 24 જૂને મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની સામે સોવિયત વિજયની 75 મી વર્ષગાંઠ પર વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રશિયાએ વિદેશ પ્રધાન એસ જયશંકરને 10 સપ્ટેમ્બરના રોજ એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું છે.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સાડા ત્રણ મહિનાથી વધુ સમય થઇ ગયો છે.