નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગુરુવારે દેશના ટોચના સૈન્ય સાથે બેઠક યોજી કોરોના વાઈરસ રોગચાળાને ડામવા માટે સશસ્ત્ર દળોની પણ એકંદર તૈયારીઓ કરી રહ્યાં છે. જેના આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભારતીય નેવી ચીફ એડમિરલ કરામબીર સિંઘ, ભારતીય વાયુ સેનાના એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા અને ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ હાજર રહ્યાં હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંરક્ષણ સચિવ અજય કુમાર, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના વડા જી સત્યેશ રેડ્ડી અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
આ બેઠકમાં સંરક્ષણ પ્રધાને રોગચાળો અને શ્વસન રોગ સામે સશસ્ત્ર દળના જવાનોના રક્ષણ માટે લીધેલા પગલાં અંગેની સજ્જતા અને ઉચ્ચ સૈન્યની પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યુ હતું.