રાવતે સોમવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને બાલાકોટમાં આંતકી સંગઠનોના ઠેકાણા ફરી વાર સક્રિય થયા છે. લગભગ 500 ઘૂષણખોર ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ વર્ષની ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સ્થિત જૈશે મોહમ્મદે કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ હવાઈ હુમલો કરી આતંકી ઠેકાણાનો હુરિયો બોલાવી દીધો હતો.