તેહરાનઃ રશિયાને ત્રણ દિવસીય પ્રવાસ પુરોકર્યા બાદ રાજનાથસિંહ મોસ્કોથી તેહરાન પહોંચ્યા હતા. તેમણે મોસ્કોમાં શંઘાઇ સહયોગ સંગઠનના રક્ષા પ્રધાનોની બેઠકમાં ભાગ લીધો છે. રક્ષા પ્રધાને રશિયા, ચીન અને મધ્ય એશિયાઇ દેશોને પોતાના સમકક્ષોની સાથે આ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
તેહરાનના રક્ષા પ્રધાનની સાથે તેમણે બેઠક કરી હતી. આ દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ઇરાની રક્ષા પ્રધાન બ્રિગેડિયર જનરલ અમીર હાતિમની સાથે એક બેઠક થઇ છે. અમે અફ્ઘાનિસ્તાન સહિત ક્ષેત્રીય સુરક્ષા મુદ્દા અને દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
-
Had a very fruitful meeting with Iranian defence minister Brigadier General Amir Hatami in Tehran. We discussed regional security issues including Afghanistan and the issues of bilateral cooperation . pic.twitter.com/8ZENfAgRPS
— Rajnath Singh (@rajnathsingh) September 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Had a very fruitful meeting with Iranian defence minister Brigadier General Amir Hatami in Tehran. We discussed regional security issues including Afghanistan and the issues of bilateral cooperation . pic.twitter.com/8ZENfAgRPS
— Rajnath Singh (@rajnathsingh) September 6, 2020Had a very fruitful meeting with Iranian defence minister Brigadier General Amir Hatami in Tehran. We discussed regional security issues including Afghanistan and the issues of bilateral cooperation . pic.twitter.com/8ZENfAgRPS
— Rajnath Singh (@rajnathsingh) September 6, 2020
આ પહેલા રક્ષા પ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરતા જાણકારી આપી હતી કે, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ તેહરાન પહોંચ્યા છે. તે આ પ્રવાસમાં ઇરાનના રક્ષા પ્રધાન સાથે મુલાકાત કરશે.
ભારતે શુક્રવારે કહ્યું હતું કે, તે ફારસની ખાડીમાં સ્થિતને લઇને ખૂબ જ ચિંતિત છે અને વિસ્તારના દેશો સાથે પરસ્પર સમ્માન પર આધારિત વાતચીત દ્વારા મતભેદોનું નિવારણ લાવવા અનુરોધ કર્યો હતો.
ફારસની ખાડીમાં હાલના અઠવાડિયામાં ઇરાન, અમેરિકા અને સંયુક્ત અરબ અમીરાતથી સંબંધિત અનેક ઘટનાઓએ વિસ્તારમાં તણાવમાં વધાર્યો છે.