નવી દિલ્હીઃ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકી સમકક્ષવડા માર્ક એસ્પરે વચ્ચે ટેલિફોનિક વાત થઈ હતી. જેમાં તેમણે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ સહિત વિસ્તારની સુરક્ષા અંગેના મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ટેલિફોનિક વાતચીતમાં રાજનાથ સિંહ અને એસ્પરે દ્વી-પક્ષીય રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવાના મુદ્દાઓની ચર્ચા કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, આ ટેલિફોનિક ચર્ચા એ અમેરિકાના આગ્રહ હેઠળ યોજાઈ હતી. જેમાં તેમણે પૂર્વી લદ્દાખમાં નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનની આક્રમકતા વિશે ચર્ચા કરી હતી, ત્યારબાદ રાજનાથસિંહે આ મુદ્દે યુએસના સંરક્ષણ પ્રધાનને ભારતની સ્થિતી વિશે અવગત કર્યા હતા. નોંધનીય છે કે, મંગળવારે ભારત અને ચીન વચ્ચેના ગતિરોધક મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન અને અમેરિકાના રાજયકીય મામલાના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ હૈલે વચ્ચે ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવે છે કે, યુએસ પૂર્વ લદ્દાખમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
બુધવારે યુએસના વિદેશ સચિવ માઇકે જણાવ્યું હતું કે, ભારતીયોએ ચીનના આક્રમક પગલાને યોગ્ય જવાબ આપ્યો છે. ચીનની પ્રાદેશિક વિવાદો પેદા કરવાની ટેવ રહી છે અને વિશ્વએ આવી ધાકધમકી આપવાની મંજૂરી ન આપવી જોઇએ. મેં ચીનના આક્રમણ વિશે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે ઘણીવાર વાત કરી છે. ચીને જે અવિશ્વસનીય આક્રમક કૃત્યો કર્યા છે. તેનો જવાબ આપવા ભારતીયોએ બનતા તમામ પ્રયત્નો કર્યા છે.
રાજનાથ સિંહે એસ્પર વચ્ચેની ટેલિફોનિક વાતચીત અંગે એક જણાવ્યું હતું કે, બંને પ્રધાને એકબીજા સાથે નિયમિત સંપર્કમાં રહ્યાં છે. દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ઘણી વખત વાત કરી છે. આજની વાતચીત ચાલુ વર્તમાન સ્થિતિનો એક ભાગ હતી.
મહત્વનું છે કે, પૂર્વી લદ્દાખમાં અનેક સ્થળોએ ભારત અને ચીન વચ્ચે લગભગ આઠ અઠવાડિયાથી વિવાદ ચાલુ હતો. ગલવાન ખીણમાં એક અથડામણ દરમિયાન 20 ભારતીય જવાનોની શહાદત વ્હોરી હતી. જેથી તણાવ અનેક ઘણો વધી ગયો હતો. આ અથડામણમાં ચીની સેનાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેની તેઓએ અત્યાર સુધી વિગતો આપી નથી. અમેરિકી ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર, ભારતીય સૈનિકો સાથેના અથડામણમાં 35 ચીની સૈનિકો માર્યા ગયા છે.
નોંધનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં ચીની સેનાએ ભારતીય સૈન્ય સાથેની સમજૂતી મુજબના ગતિરોધકના ત્રણ સ્થળેથી પોતાના સૈનિકોને પરત બોલાવ્યા હતા. બંને પક્ષે ભૂતકાળમાં આ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે રાજદ્વારી અને સૈન્ય સ્તરની વાતચીત થઈ હતી.