નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટની સમીક્ષા કરવા માટે રાજનાથ સિંહે પ્રધાનોના સમુહ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસને લઇને હાલની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ પહેલા શુક્રવારે પણ પ્રધાનોના સમુહની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાઇરસના નિયંત્રણ પર વિસ્તૃત ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ (CDS) જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.