નવી દિલ્હીઃ મીલિટરી એન્જિનિયરિંગનું કામ આંશિક રુપે વિભાગના કર્મચારીઓ દ્વારા અને બીજુ કામ આઉટસોર્સ દ્વારા કરવા માટે સમિતિએ ભલામણ કરી હતી.
રક્ષાપ્રધાન રાજનાથસિંહે ગુરુવારે સૈન્ય એન્જિનિયરિંગ સેવાઓની 9,304 જગ્યાઓને નાબૂદ કરવાની મંજૂરી આપી છે. સિંહે મૂળભૂત અને ઔદ્યોગિક કાર્યદળમાં 9,300થી વધુ પોસ્ટ માટે લશ્કરી ઇજનેરી સેવાઓ (એમઈએસ)ના ચીફ ઇજનેરની દરખાસ્તને મંજૂરી આપી હતી.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું, "આ લેફ્ટનન્ટ જનરલ શેકતકરની અધ્યક્ષતાવાળી નિષ્ણાતોની સમિતિની ભલામણોને અનુરૂપ છે, જેમાં સશસ્ત્ર દળોની લડાઇ ક્ષમતા અને અસંતુલિત સંરક્ષણ ખર્ચમાં વધારો કરવાનાં પગલાંની ભલામણ કરવામાં આવી છે."
એન્જિનિયર ઇન ચીફ, MESના પ્રસ્તાવના આધારે, સમિતિએ કરેલી ભલામણોને અનુલક્ષીને, મૂળભૂત અને ઔદ્યોગિક કર્મચારીઓ માટેની કુલ 13,157 ખાલી જગ્યાઓમાંથી, MESમાં 9,304 જગ્યાઓ રદ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.