ચેન્નઇ: નાગરિકતા સંશોધન બિલના વિરોધ વચ્ચે સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, આ કાયદાથી દેશના કોઇ નાગરિકને અસર નહીં પહોંચે. તેઓએ વધુમાં કહ્યું કે, જો મુસ્લિમો પર તેની અસર પડશે તો તે પ્રથમ એવા વ્યક્તિ હશે જે તેની સાથે ઉભો રહેશે.
નેશનલ પોપુલેશન રજિસ્ટર (NPR) પર બોલતા કહ્યું કે, દેશમાં રહેનારા બહારના લોકોની જાણકારી લેવા માટે કાયદો જરૂરી છે અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC)ને લઇને તેઓએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે NRC હજુ સુધી તૈયાર થયુ નથી.