શનિવારના રોજ સવારે સેનાને જાણકારી મળી કે, જમ્મુ કાશ્મીરમાં એક પરીવારને ત્રણ આતંકવાદીએ બંધક બનાવી લીધા છે. જેના પર સેનાએ તુરંત કાર્યવાહી કરતા બધા જ બંધકોને મુક્ત કર્યા હતા તેમજ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કર્યા હતા. આ અથડામણમાં જૈસલમેરના રહેવાસી નાયક રાજેન્દ્રસિંહ શહીદ થયા હતા.
શહીદ રાજેન્દ્ર સિંહના પિતા પણ સેનામાં હતા અને અમુક વર્ષ પૂર્વે જ તેમના માતા-પિતાનું દેહાંત થયુ હતુ. તેમના પરીવારમાં તેમની પત્નિ, એક વર્ષનો પુત્ર અને 2 નાના ભાઈઓ છે. તેમના બંને ભાઈઓ મોહનગઢમાં ખાનગી નોકરી કરે છે.
શહીદ નાયક રાજેન્દ્ર સિંહના પાર્થિવ દેહને આજે તેમના વતન ગામ મોહનગઢમાં લાવવામાં આવશે. જ્યાં તેમનું સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજી તરફ નાયક રાજેન્દ્રસિંહની શહાદત અંગેની માહિતી મળતાં તેમના પૂર્વજ ગામ મોહનગઢમાં શોકનું વાતાવરણ છે.