જયપુર: રાજસ્થાન ઇન્ટેલિજન્સના એડીજી ઉમેશ મિશ્રા અનુસાર, રાજ્યની વિશેષ શાખા રાજસ્થાનને સૈન્ય મથકો પર સૈન્યની પ્રવૃત્તિઓ વિશેની ગુપ્ત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે શેર કરી રહ્યા છે. તેવી જાણકારી મળી હતી.
રાજસ્થાનના વિવિધ સૈન્ય મથકો પર લશ્કરી પ્રવૃત્તિઓની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપી હોવાની શંકાના આધારે ગંગાનગર એફએડીમાં કામ કરતા નાગરિક સંરક્ષણ કર્મચારી વિકાસ તિલોટીયા અને મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજ બીકાનેરમાં કાર્યરત કર્મચારી ચીમનલાલ નાઈકની સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.
બંને શકમંદોની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવી હતી. તેમના દ્વારા પ્રાપ્ત મોબાઈલ ફોનની તપાસમાં બંને વ્યક્તિઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પાકિસ્તાની એજન્ટને મહત્વની ગુપ્ત માહિતી આપવાની પુષ્ટિ મળી હતી, ત્યારબાદ ઇન્ટેલિજન્સ કલમ 3, 3/9 સરકારી ગુપ્ત વાત એક્ટ 1923 હેઠળ ગુનો નોંધ્યો હતો. બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રારંભિક પૂછપરછમાં ખુલાસો થયો કે, વિકાસ તિલોટીયાએ જાસૂસી અને ગુપ્ત માહિતી આપવાના બદલામાં પોતાના અને પરિવારના સભ્યોના બેંક ખાતામાં પૈસા મેળવવાની પુષ્ટિ કરી હતી. જેના માટે આગળ સંશોધન કરવામાં આવી રહ્યું છે. વિકાસ, ચીમન અને વિકાસના એક પરિવારના સભ્યની વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ પણ ખુલાસા થવાની સંભાવના છે.