જયપુરઃ રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ યથાવત છે. આ વચ્ચે રાજ્ય સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઇને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રને મોકલવામાં આવ્યો છે. જેમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચાની વાત કરવામાં આવી છે. કોરોનાની સાથે સાથે બીજા ધારાસભ્યો પર ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યપાલને આપવામાં આવેલા નવા પ્રસ્તાવમાં 31 જુલાઇથી કોરોના વાઇરસ અને અન્ય બિલ પર ચર્ચા માટે વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન તરફથી રાજ્યપાલને મોકલેલા પ્રસ્તાવમાં બહુમત સાબિત કરવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પહેલા જે પ્રસ્તાવ રાજ્ય સરકાર તરફથી મોકલવામાં આવ્યો હતો, જેમાં સોમવારથી વિધાનસભાનું સત્ર બોલાવવાની માગ કરવામાં આવી હતી, પરંતુ તેના પ્રસ્તાવમાં થોડા બિંદુઓ પર ઉણપ રહેવાને લઇ રાજ્યપાલે મુખ્ય પ્રધાનને અવગત કરવામાં આવ્યા હતા. જેથી બીજો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
રાજ્યપાલ કલરાજ મિશ્રએ વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજભવનમાં કોંગ્રેસ ધારાસભ્યોને શુક્રવારે પાંચ કલાકના ધરણા બાદ રાજ્ય સરકાર પાસેથી છ બિન્દુઓ પર સ્પષ્ટીકરણ માગ્યું હતું. કોંગ્રેસ પાર્ટી અનુસાર, રાજ્યપાલના આશ્વાસન બાદ રાજભવનમાં ધરણા સમાપ્ત કરવામાં આવ્યા હતા.
મિશ્રએ કહ્યું હતું કે, સંવૈધાનિક મર્યાદાથી ઉપર કોઇ નથી અને કોઇ પ્રકારના દબાણની રાજનીતિ થવી જોઇએ નહીં.
રાજ્યપાલે ગહલોતને સ્પષ્ટીકરણની સાથે વિધાનસભા સત્ર બોલાવવા વિશે ફરીથી મંત્રીમંડણ તરફથી પ્રસ્તાવ મોકલવા કહ્યું હતું.
મુખ્ય પ્રધાન અશોક ગહલોતની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક શનિવારે સાંજે મુખ્ય પ્રધાનના ઘરે થઇ હતી. આ બેઠકમાં તેમણે બિંદુઓ પર ચર્ચા કરી હતી, જે રાજ્યપાલે પહેલા પ્રસ્તાવમાં ઉઠાવ્યા હતા. જે બાદ સંશોધિત પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો હતો.
રાજભવનના છ બિન્દુઓના જવાબ હજૂ મળ્યા નથી
જણાવવામાં આવી રહ્યું છે કે, 6 બિન્દુઓના જવાબ રાજ્યપાલે પ્રદેશ સરકાર અને મુખ્ય પ્રધાન પાસે માગ્યા હતા, જેના પર હજૂ સુધી કોઇ જવાબ રાજભવનને આપવામાં આવ્યા નથી. જો કે, કેબિનેટમાં નક્કી કરવામાં આવેલા પ્રસ્તાવને રાજભવન મોકલવામાં આવ્યો, પરંતુ તે 6 બિન્દુઓના જવાબની રાહ હજૂ પણ રાજભવન જોઇ રહ્યું છે.
કોંગ્રેસે દેશભરમાં #SpeakUpforDemocracy અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને લઇને ચિકિત્સા પ્રધાન રઘુ શર્માએ ભાજપ પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે, આજે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપ એક પછી એક ષડયંત્ર કરીને લોકતંત્રમાં ચૂંટાયેલી સરકારને ટાર્ગેટ કરી રહી છે.
ચિકિત્સા પ્રધાન રઘુ શર્માએ કહ્યું કે, સંવૈધાનિક સંસ્થાઓનો દુરૂપયોગ કરવો, ટાર્ગેટ કરીને વિપક્ષને નબળી બનાવવી અને સંવૈધાનિક સંસ્થાઓને હથિયાર બનાવી લોકતંત્રને નબળો બનાવી શકાય નહીં. ભાજપા ધનબળથી સરકાર પછાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. ન્યાયપાલિકા, સંવૈધાનિક સંસ્થાઓ અને લોકતંત્ર ખતરામાં છે. દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે.