નવી દિલ્હી: રેલવેએ કોરોના વાઇરસના પ્રકોપને લઇને પૂર્વી રેલવે અને પશ્ચિમી ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોરને પૂર્ણ કરવાની સમય મર્યાદા છ મહિના માટે લંબાવી દીધી છે. જેને હવે જૂન 2022 સુધી પૂર્ણ કરવામાં આવશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ કોરિડોરને ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવાની યોજના હતી. જેનો ઉદેશ્ય રેલવે નેટવર્કને ઓછું કરવા, માલની ક્ષમતા વધારવી તેમજ માલની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરવાનો હતો.
વીકે યાદવે વધુમાં જણાવ્યું કે, આ પરિયોજના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે બે મહિનાથી બંધ હતી. અમે અમારા બધાં કર્મચારીઓને પરત લાવવા કોશિશ કરી રહ્યા છીએ. આંકડાઓ અનુસાર 19 ઓગષ્ટ 2020ના રેલવે દ્વારા કરવામાં આવતો માલ લોડિંગ 3.11 મિલિયન ટન હતો. જે ગયા વર્ષ 2.97 મિલિયન ટન હતો.
રેલવે બોર્ડ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, દેશભરમાં ઘર સુધી સામાન પહોંચાડવા માટે રેલવે, ભારતીય ડાકની સેવાઓનો ઉપયોગ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ પ્રકારનો પરિયોજના મહારાષ્ટ્રમાં મધ્ય રેલવે દ્વારા ચલાવવામાં આવ્યો હતો.
યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, આ ઘરે ઘરે સામાન પહોંચાડવાની સેવા છે. મધ્ય રેલ્વેએ પાયલોટ પરિયોજના શરૂ કરી હતી. હવે અમે તેને આખા દેશમાં શરૂ કરવા માગીએ છીએ. આ ડાક સેવાની સહયોગથી શરૂ કરવામાં આવશે.