નવી દિલ્હી: પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં રેલવેના કેટલાક અધિકારીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિત પ્રમાણે બિલ્ડિંગનો ચોથો માળ 29 મે સુધી બંધ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે અધિકારીઓને ચોક્કસ માર્ગદર્શિકા પછી જ કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
જણાવવામાં આવે તો રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. આજની તારીખમાં પણ દિલ્હીમાં કોરોના વાઇરસના કેસ વધીને 14053એ પહોંચ્યા છે. આ વચ્ચે રેલ ભવનના સમાચારે ચિંતા વધારી દીધી છે.