ETV Bharat / bharat

રાયગઢ મકાન દુ્ર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત, જાણો ઓગસ્ટમાં ગુજરાતમાં આટલા મકાન ઘરાશાયી થયાં - તારીક ગાર્ડન

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચમાળનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દબાયા હતાં. મળતી માહિતી પ્રમાણે 47 પરિવારો આ પાંચમાળના મકાન દબાયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થયાં છે. જો કે, હાલ લોકોને બહાર કાંઢવાની કામગીરી ચાલુ છે. જો કે, 26 કલાક બાદ હાલ એક 65 વર્ષના મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

raigad-building-collapse
રાયગઢ મકાન ધરાશાયીની દુ્ર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત
author img

By

Published : Aug 26, 2020, 7:20 AM IST

Updated : Aug 26, 2020, 8:02 AM IST

રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચમાળનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દબાયા હતાં. મળતી માહિતી પ્રમાણે 47 પરિવારો આ પાંચમાળના મકાન દબાયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થયાં છે. જો કે, હાલ લોકોને બહાર કાંઢવાની કામગીરી ચાલુ છે. જો કે, 26 કલાક બાદ હાલ એક 65 વર્ષના મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કાજળપુરા મહોલ્લા ખાતે તારીક ગાર્ડન નામે એક પાંચ માળની ઈમારત સોમવારે સાંજે 6.30 વાગ્યે તૂટી પડી હતી, જેમાં 200 રહેવાસીઓ દટાયા હતાં. આ દુર્ઘટના પહેલા લગભગ એક કલાક સુધી ઇમારત હલી હતી. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયાં છે. કાટમાળ હેઠળથી ચીસો સંભળાતી હોવાથી અગ્નિશમન દળ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફની ટીમો, જિલ્લાધિકારી કાર્યાલયના કર્મચારીઓ અને સ્થાનિકોએ યુદ્ધને ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

મોડી રાત્રે લાઈટ્સ લગાવીને પણ કાટમાળ હટાવવાનું કામ ચાલુ હતું. ઈમારત તૂટી પડવાનો મોટો અવાજ થતાં ઈમારતમાંથી 10થી 15 લોકો બહાર દોડી આવતાં બચી ગયા હતા. ઈમારત તૂટી પડવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતાં. આ અંગે વડાપ્રધાન કાર્યાલયે અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું અને NDRFને બનતી મદદ કરવા કહ્યું હતું.

તાજેતરમાં ગુજરાતમાં બનેલી મકાન ધરાશાયીની ઘટનાઓ

કડીમાં એક મકાન ધરાશાયી થયું, જેમાં ભાઈ-બહેન દટાયા, ભાઈનું મોત થયું.

વાંચોઃ કડીના કસ્બામાં મકાન ધરાશાયી, ભાઈ-બહેન દટાયા, ભાઈનું મોત, બહેન સારવાર હેઠળ

પાટણમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, જેથી આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી.

પાલનપુરના ગઢ ખાતે ભારે વરસાદના પગલે જુનાચોરા વિસ્તારમાં 3 મકાન ધરાશાયી થયા હતા. જો કે, સદનસીબે મહાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો હતો.

વાંચોઃ બનાસકાંઠાઃ ગઢ ગામમાં વરસાદના કારણે 3 મકાન ધરાશાયી

વડોદરાના સલાટવાળા શાકભાજી માર્કેટ નજીક બંધ જર્જરિત મકાન ધરાશાયી થયુ, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

પંચમહાલના કણજી પાણી ગામે મકાન ધરાશાયી થતા ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ કારણે આઘટના ઘટી હતી.

વાંચોઃ પંચમહાલના કણજી પાણી ગામે સરકારી આવાસ ધરાશયી, 3ના મોત

કપરાડાના મોટી પલસાણ ગામે વધુ વરસાદને પગલે રાત્રી દરમિયાન મકાન ધડકાભેર તૂટી પડ્યું હતું. સદનસીબે ઘરના તમામ 12 સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો.

વાંચોઃ કપરાડાના મોટી પલસાણ ગામે કરંજલી ફળીયામાં મકાન ધરાશાયી, 12 લોકોનો ચમત્કારિક બચાવ

Last Updated : Aug 26, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.