નવી દિલ્હીઃ લદ્દાખ મુદ્દે નિયંત્રણ રેખા પર ચીન સાથે થઈ રહેલી ખેંચતાણને લઈને રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. તેમણે ચીન સાથેના તણાવના મુદ્દે કહ્યું હતું કે, ચીનના સૈનિક ભારતીય સીમામાં ઘુસણખોરી કરી રહ્યાં છે છતાં કેન્દ્ર સરકાર ચૂપ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની સીમા વચ્ચેના તણાવનું સમાધાન લાવવા માટે પૂર્વ લદ્દાખમાંથી કેટલાંક સૈનિકોને પરત બોલાવવામાં આવ્યાં હતા. તો બીજી તરફ, આ મુદ્દે બંને પક્ષે ઉચ્ચસ્તરીય ચર્ચા કરવામાં આવશે.
ભારત અને ચીની સૈનિકો વચ્ચે પૈગોંગ વિસ્તારમાં પાંચ મેના દિવસે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ બંને પક્ષો એકબીજા વિરુદ્ધ સામસામે આવી ગયા હતા. જે સ્થિતિ હજી પણ તણાવગ્રસ્ત છે. 2017માં ડોકલામ ઘટનાક્રમ બાદ આ સૌથી મોટો ગતિરોધ સાબિત થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં વારંવાર આ ઘટના અંગે સવાલો કર્યા હતા. તેમજ તેમને આ બાબત અંગે વિશ્લેષકો સાથે પણ વાતચીત કરી હતી.