નવી દિલ્હી : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન મોદી પર આકરો પ્રહાર કરતા કહ્યું કે ભારતમાં કોરોનાની તપાસ થઇ રહી નથી અને તેવામાં લોકોના તાળીઓ પાળવા અને દીવા પ્રગટાવવાથી આ સમસ્યાનો હલ નહીં થાય.
રાહુલ ગાંધીએ દુનિયાના કેટલાક ટોંચના દેશ અને ભારતમાં કોરોનાની તપાસના આંકડા સાથેનો એક ગ્રાફ તૈયાર કરી ટ્વીટ કર્યો છે. ' ભારત કોવિડ-19' સામે લડત લડવા માટે સાચી તપાસ નથી કરી રહી.
રાહુલ ગાંધીએ વડાપ્રધાનનું નામ લીધા વગર આકરો પ્રહાર કરતા કહ્યું કે લોકોના તાળી પાળવાથી કે દીવા પ્રગટાવવાથી દેશમાં કોરોનાની સમસ્યાનો હલ નહી આવે.
ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીએ ગતરોજ દેશને સંબોધન કરતા જણાવ્યું હતુ કે આવતીકાલે રવિવારે રાત્રીના 9 કલાકે દેશની જનતાને ઘરની તમામ લાઇટ બંધ કરી ઘરની બાલકનીમાં દિવા, મીણબતી અને મોબાઇલની ટોર્ચ ચાલુ કરવાની અપીલ કરી છે.