નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચાર્ટ શેર કર્યો છે. જેમાં સાત દિવસમાં આવેલા કોરોનાના કેસના આધાર પર અમેરિકા, ભારત, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની તુલના કરી છે. આ ચાર્ટમાં ભારતનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે. ભારતથી પણ વઘુ અમેરિકામાં કોરોનાના કેસ વધારે છે. હાલ સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્થિતિ કાબૂમાં છે.
-
"India at good position in #COVID19 battle?" pic.twitter.com/HAJz7En6Wo
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">"India at good position in #COVID19 battle?" pic.twitter.com/HAJz7En6Wo
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2020"India at good position in #COVID19 battle?" pic.twitter.com/HAJz7En6Wo
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2020
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કુલ કોરોના દર્દીની સંખ્યા 1 કરોડ 30 લાખને પાર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 5 લાખ 71 હજારથી વધુ લોકોના મોત થયાં છે. તેમજ 75 લાખથી વધુ લોકો સ્વસ્થ થયાં છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 50 લાખ છે.
કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અમેરિકામાં છે, ત્યાં કુલ દર્દીઓની સંખ્યા 34 લાખથી પણ વધુ છે. જેમાં 1 લાખ 37 હજારથી વધુ લોકોના મોત થયાં છે. જો કે, 15 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. બીજા નંબર પર બ્રાઝિલ છે, ત્યાં 18 લાખથી વધુ કોરોનાના કેસ છે. જેમાં 72 હજારથી વધુ લોકોના મોત થયાં છે.
ત્રીજા નંબર પર ભારત છે. જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 8 લાખ 80 હજાર પહોંચી ગઇ છે. જેમાં 23 હજારથી વધુ લોકોના મોત થયાં છે. તેમજ 5 લાખ 50 હજાર દર્દી સ્વસ્થ થયાં છે અને એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી વધુ છે.