પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદસિંહે આરજેડીમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમણે પહેલેથી જ પાર્ટીના ઉપપ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.
હાલમાં તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેની સારવાર દિલ્હીની એઈમ્સમાં ચાલી રહી છે. રઘુવંશ પ્રસાદસિંહે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાના રાજીનામાં અંગે જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ રામાસિંહના આરજેડીમાં આવવાના સમાચારથી રઘુવંશ પ્રસાદ નારાજ હતા. જેથી તેમણે રાજીનામું આપ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.