મુંબઈ: ટેલિવિઝન સિરીઝ ‘પ્યાર કી લુકા છુપી’ના કલાકાર કરોના વાઇરસના કારણે વર્તમાન પરિસ્થિતિમાં ડિજિટલ સ્ક્રિપ્ટ્સ દ્વારા તેમના સીનની તૈયારી કરી રહ્યા છે.
અભિનેતા એલન કપૂર કહે છે કે, સામાન્ય રીતે અમે સ્ક્રિપ્ટ્ માટે હાર્ડ કોપીનો ઉપયોગ કરતા હોય છીએ. પરંતુ અત્યારે કોરોનાના કારણે અમે ડિજિટલ કોપીના ઉપયોગ કરી એક સભાન પગલું ભરવાનું નક્કી કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતા એલન કપૂરે જણાવ્યું સામાન્ય રીતે હાર્ડ કોપી ને લોકો હાથમાં લેતા હોય છે ત્યારે ભયની સંભાવના રહેતી હોય છે. જ્યારે ડિજિટલ કોપી સાથે આવું નથી થતું તે સુરક્ષિત રહે છે, ત્યારે કલાકાર હોવાના નાતે મારી આ જવાબદારી છે અને આ દિશામાં નાનો એવો એક પ્રયાસ છે.
‘પ્યાર કી લુકા છુપી’ આ સિરીઝને દંગલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી.