ETV Bharat / bharat

પંજાબ: કૃષિ કાયદા વિરુદ્ધ બિલ આજે વિધાનસભામાં રજૂ - કૃષિ કાયદા વિરુદ્ધ બિલ વિધાનસભામાં પેશ

કેન્દ્ર દ્વારા મંજૂર થયેલા કૃષિ બિલનો સખત વિરોધ થયા બાદ પંજાબ સરકારનું બે દિવસીય વિશેષ સત્ર શરૂ થયું છે. મંગળવારે સત્રના બીજા દિવસે ખરડો લાવવામાં આવશે. અગાઉ આપ પાર્ટીના સભ્યોએ ગૃહની અંદર ધરણા કર્યા હતા. આ પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

કૃષિ બિલનો સખત વિરોધ
કૃષિ બિલનો સખત વિરોધ
author img

By

Published : Oct 20, 2020, 10:03 AM IST

Updated : Oct 20, 2020, 10:26 AM IST

  • કૃષિ કાયદા વિરુદ્ધ બિલ વિધાનસભામાં રજૂ
  • કૃષિ બિલનો સખત વિરોધ
  • અગાઉ આપ પાર્ટીના સભ્યોએ ગૃહની અંદર ધરણા કર્યા

ચંદીગઢ: પંજાબ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે કૃષિ કાયદા વિરુદ્ધ બિલ લાવવામાં આવશે. અગાઉ, સોમવારે, ગૃહના પહેલા દિવસે, સત્રની કાર્યવાહી ફક્ત 35 મિનિટ સુધી ચાલી હતી. પંજાબ સરકારે સોમવારે વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ લાવવામાં આવનારા બિલને એક દિવસ માટે મુલતવી રાખવામાં હતું. તેના પર વિપક્ષી સભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના સભ્યોએ ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ ગૃહની અંદર ધરણા કર્યા હતા. વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે માત્ર નાના કામ થયા હતા. સવારે 11 વાગ્યે સદનની કાર્યવાહી શરૂ થઈ હતી.

સદનની કાર્યવાહી બપોરે 12.15 સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ સંબંધિત બિલ મંગળવારે લાવવામાં આવશે.

વિપક્ષે સરકારની ટીકા કરી

અગાઉ, વિશેષ સત્રના પહેલા દિવસે, વિરોધી પક્ષોએ સોમવારે પંજાબ વિધાનસભાના કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં બિલને ન મૂકવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી હતી. આ દરમિયાન આપ પાર્ટીના ધારાસભ્યોએ ગૃહમાં ધરણા પણ કર્યા હતા.

Last Updated : Oct 20, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.