2002-03ની વાત કરીએ તો તે વખતે જવાનોના કાફલાને ચુસ્ત બંદોબસ્ત સાથે ક્યાંય પણ લઇ જવાતા હતા. ત્યાં જ 2002-05માં મુફ્તી મોહમ્મદ સઇદની સરકારમા સમયે આવા અમુક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવ્યા. તેનુ કારણ સામાન્ય લોકોની અસુવિધા બતાવવામાં આવ્યું.
પહેલા સુરક્ષા બળના કાફલાને જ્યારે હાઇવે પરથી જવાનું હતું, ત્યારે નાગરિકોના કારણે થતુ ટ્રાફિક રોકી દેવામાં આવતુ હતુ. આ સમયે એક પાઇલટ વ્હીકલ આ નાગરિકોના વાહનોને હાઇવેથી દુર રાખવાનું કામ કરતું હતું. જેના કારણે લોકોને ઘણી અસુવિધા થતી હતી અને સુરક્ષા બળની પણ લોકો સામે ખરાબ છબી ઉભી થતી હતી, ત્યારે સઇદ સરકારે નિર્ણય લીધો કે આ નિયમ હવેથી લાગુ નહી કરવામાં આવે અને કેન્દ્ર સરકારની સંમતિથી આ નિયમ કાઢી નાખવામાં આવ્યો.
પહેલા સંપુર્ણ હાઇવે પર સુરક્ષા બળ હાજર રહેતુ હતું. સેના આતંકીઓને રોકવા માટે તૈયાર રહેતી હતી. જાણકારોનું કહેવુ છે કે, ભલે સંપુર્ણ રસ્તાની તપાસ કરવામાં આવી હોય પરંતુ, કોઇ વાહનમાં વિસ્ફોટ હોવાની જાણકારી મળી શકતી હતી. જો એક-એક વાહનની તપાસ કરવામાં આવી હોત.
જમ્મુ કાશ્મીરના પુર્વ DGP અને ગૃહમંત્રાલયના સલાહકાર અશોક પ્રસાદનું કહેવુ છે કે પહેલાની જેમ કાફલો જ્યાંથી જવાનો હોય તે રસ્તા પર સુરક્ષા વધારી દેવામાં આવે અને નાગરિકોના વાહનોને રસ્તાથી દુર રાખવામાં આવે.
વધુમાં કહ્યુકે, BSF અને CRPFના જવાનો માટે સ્વતંત્ર વાયુ સેના હોવી જોઇએ જેના કારણે તેમને એયર લીફ્ટ કરી શકાય.