પુડુચેરી: પુડુચેરીએ પણ નાગરિકત્વના કાયદા વિરૂદ્ધ વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે. પુડુચેરીના મુખ્યપ્રધાન વી. નારાયણસામીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. નારાયણસામીએ ટ્વીટ કરીને કહ્યુ કે, 'બુધવારે એક દિવસીય વિશેષ વિધાનસભા સત્ર યોજાયું હતું. પુડુચેરી વિધાનસભામાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારને નાગરિકતા સુધારો કાયદા (CAA)ને રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેરળ, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ (CAA) વિરુદ્ધ ઠરાવ પસાર કરી ચૂક્યા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં CAAને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમજ આ કાયદો 10 જાન્યુઆરી 2020 થી અમલમાં આવ્યો છે.