ઝાંસી: મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશથી સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય મજૂરોને પોલીસે જિલ્લા સરહદે અટકાવી દીધા હતાં. જ્યારે અટકાવાય ત્યારે કામદારોએ હંગામો શરૂ કરી દીધો છે. જેના કારણે 15 કિ.મી. સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે.
CM યોગીના આદેશ બાદ જિલ્લા વહીવટી તંત્રએ તકેદારી લીધી હતી અને સરહદે ટ્રકમાં ભરાતા પરપ્રાંતીય મજૂરોને અટકાવ્યા હતા. જો કે, રોષે ભરાયેલા મજૂરોએ વહીવટ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગળ વધવાની માંગ કરી હતી. વહીવટી તંત્ર મજૂરોને રોડ પર બેસી રહેવા કોશિશ કરી રહ્યું છે, પરંતુ મજૂરો આ માટે તૈયાર નથી.
હાલ હાઇવે પર જામ થતાં અનેક એમ્બ્યુલન્સ અટવાઈ ગઈ છે. પ્રશાસન સખત પ્રયાસો છતાં પણ આ જામ ખોલવામાં અસમર્થ સાબિત થઈ રહ્યું છે. કામદારો મક્કમ નહી સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. ડીએમ અને એસએસપી ઉપરાંત પોલીસ બંદોબસ્ત મોટી સંખ્યામાં સ્થળ પર હાજર છે.