કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પહલુ ખાન હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતા કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કોર્ટનો આ નિર્ણય ખૂબ જ ચોંકાવનારો છે. આ સાથે જ આ મામલે પ્રિયંકા ગાંધી ન્યાય અપાવીને સારું ઉદાહરણ પ્રસ્થાપિત કરવાની આશા વ્યક્ત કરી છે.
પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું કે, 'પહલુ ખાન મામલામાં નીચલી કોર્ટનો નિર્ણય ચોંકાવનારો છે. આપણા દેશમાં અમાનવીતાની કોઇ જગ્યા હોવી જોઇએ નહીં અને લોકોના ટોળા દ્વારા હત્યા એક અપરાધ જ છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'રાજસ્થાન સરકાર દ્વારા લોકોના ટોળાએ કરેલી હત્યા વિરૂદ્ધ કાનુન બનાવવાની શરૂઆત પ્રશંસનીય છે. આશા છે કે, પહલુ ખાન મામલામાં પણ ન્યાય આપીને તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરવામાં આવશે.'
મહત્વનું છે કે, પહલુ ખાન હત્યાકાંડમાં અલવર જિલ્લા ન્યાયાલયે બુધવારે નિર્ણય સંભળાવતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
એપ્રિલ 2017માં પહલુ ખાનને ગૌ તસ્કરીની શંકામાં લોકોના ટોળાએ ઢોર માર માર્યો હતો અને તેના બે દિવસ બાદ પહલુ ખાનની મોત થઇ હતી. જે ઘટના રાજસ્થાનના અલવરમાં બની હતી.