ETV Bharat / bharat

એમ. જે. અકબરની માનહાનિ અરજી પર સુનાવણી, કેસ ટ્રાન્સફર થાય તેવી શક્યતા

દિલ્હી એવન્યુ કોર્ટ પૂર્વ પ્રધાન એમ. જે. અકબર દ્વારા પત્રકાર પ્રિયા રામાણી સામે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવશે. આ મામલે 5 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે.

પ્રિયા રામાણી
પ્રિયા રામાણી
author img

By

Published : Dec 3, 2020, 3:18 AM IST

  • એમ. જે. અકબરે 15 ઓક્ટોબર 2018ના રોજ પ્રિયા રામાણી સામે ફોજદારી માનહાનિનો દાવો કર્યો
  • કેસ ટ્રાન્સફર થાય તેવી શક્યતા
  • 5 ડિસેમ્બરના રોજ આગાની સુનાવણી

નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટ પત્રકાર પ્રિયા રામાણી સામે પૂર્વ પ્રધાન એમ. જે. અકબર દ્વારા દાખલ કરેલી અરજી પર બુધવારે સુનાવણી કરી હતી. ક્યા કોર્ટમાં નિર્ણય થશે કે, કયા માનહાનિનો કેસ મોકલવો જોઇએ જિલ્લા અને સેશન્સ જજ સુજાતા કોહલી આ મામલે ચુકાદો આપ્યો હતો. આ મામલે 5 ડિસેમ્બરના રોજ સુનાવણી કરશે.

એમ. જે. અકબરની દલીલો બાકી છે

13 ઓક્ટોબરે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પહુજાએ જણાવ્યું હતું, કોર્ટ ફક્ત સાંસદો અને ધારાસભ્યોને લગતા કેસોની સુનાવણી કરી શકે છે. તેથી આ મામલો બીજી કોર્ટમાં ખસેડવો જોઈએ. આ મામલે એમ. જે. અકબર દ્વારા દલીલો રજૂ કરવાની બાકી છે. પ્રિયા રામાણી વતી વકીલ રેબેકા જ્હોને પોતાની દલીલો રજૂ કરી ચૂક્યા છે.

પ્રિયા રામાણીના ટ્વીટ્સ બદનક્ષીકારક નથી

સપ્ટેમ્બર 19ના રોજ રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે અને પ્રિયા રામાણી તેનો એક નાનો ભાગ છે. એમ. જે. અકબર વતી કહેવું યોગ્ય નથી કે, પ્રિયા રામાણીના ટ્વીટ્સ બદનામી છે. તેમની પાસે આ અંગે કોઈ કાનૂની આધાર નથી. ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500ના માપદંડ હેઠળ માનહાનિ થવાની સંભાવના નથી. એમ. જે. અકબરના વકીલ ગીતા લુથરાએ જે નિર્ણયો ટાંક્યા છે, તે નાગરિક બદનામી સાથે સંબંધિત છે, ગુનાહિત માનહાનિ નહીં.

મી-ટુ આંદોલને સુરક્ષિત પ્લેટફોર્મ આપ્યું

રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, એમ. જે. અકબર જણાવે છે કે, પ્રિયા રામાણીએ 20 વર્ષ સુધી કંઇ જણાવ્યું નહીં, પરંતુ પ્રિયા રામાણીએ પણ તે સમયે જણાવ્યું હતું. મી-ટુ આંદોલને પ્રિયા રામાણીને સુરક્ષિત પ્લેટફોર્મ આપ્યું હતું. ગઝાલા વહાબે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પૌરાણીક યુગમાં જાતીય સતામણી પર કાર્યવાહી કરવાની કોઈ વ્યવસ્થા ન હતી.

પ્રિયા રામાણી સામે ગુનાહિત માનહાનિનો કેસ બનાવાયો નથી

રેબેકા જ્હોને જણાવ્યું હતું કે, એમ. જે. અકબર વતી જણાવવામાં આવ્યું છે કે, તેમને સખત મહેનત કરી હતી અને તેમની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેનત કરવી એ માત્ર એમ. જે. અકબરનું કામ નથી. મુલાકાત પહેલાં પ્રિયા રામાણી એક પત્રકાર તરીકે એમ. જે. અકબરની પ્રશંસા કરતી હતી, પરંતુ અકબરનું વર્તન રામાણી પ્રત્યે અન્ય મહિલાઓ કરતા વિરુદ્ધનું હતું.

ઓક્ટોબર 2018માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો

એમ. જે. અકબરે 15 ઓક્ટોબર 2018ના રોજ પ્રિયા રામાણી સામે ફોજદારી માનહાનિનો દાવો કર્યો હતો. પ્રિયા રામાણીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ તેમને ફોજદારી માનહાનિનો દાવો કર્યો હતો. 18 ઓક્ટોબર, 2018ના રોજ કોર્ટે એમ. જે. અકબરની ફોજદારી બદનામીની અરજીની નોંધ લીધી હતી. 25 ફેબ્રુઆરી 2019ના રોજ કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબર દ્વારા દાખલ ફોજદારી માનહાનિના કેસમાં પત્રકાર પ્રિયા રામાણીને કોર્ટે 10,000 રૂપિયાના પર્શનલ બોન્ડ પર પ્રિયા રામાણીને જામીન આપી દીધા હતા. 10 એપ્રિલ 2019ના રોજ કોર્ટે પ્રિયા રામાણી સામે આરોપો ઘડ્યા હતા. કોર્ટે પ્રિયા રામાણીને વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહેવાની કાયમી છૂટ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.