- PM મોદી જેસલમેરમાં પહોંચ્યા
- PM મોદીએ જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
- પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો વાર
- ભારતના જવાનોની કોઇ બરાબરી નથીઃ મોદી
જૈસલમેરઃ વડા પ્રધાન મોદી રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતની સેવા અને સુરક્ષામાં 24 કલાક અડગ રહેનારા તમામ વીરોને મારી અને 130 કરોડ દેશવાસીઓ તરફથી દિવાળીની શુભેચ્છા. તમે છો તો દેશ છે, દેશના લોકોની ખુશી છે, દેશનો આ તહેવાર છે તમારા માટે પ્રેમ લઇ આવ્યો છું, આશીર્વાદ લાવ્યો છું. હું આજે તે વીર માતાઓ-બહેનો અને બાળકોને પણ દિવાળીની હાર્દિક શુભેચ્છા આપું છું, તેમના ત્યાગને નમન કરું છું, જેણે પોતાના લોકો સરહદો પર છે.
-
India is proud of our forces, who protect our nation courageously. https://t.co/3VyP0WusDf
— Narendra Modi (@narendramodi) November 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">India is proud of our forces, who protect our nation courageously. https://t.co/3VyP0WusDf
— Narendra Modi (@narendramodi) November 14, 2020India is proud of our forces, who protect our nation courageously. https://t.co/3VyP0WusDf
— Narendra Modi (@narendramodi) November 14, 2020
PM મોદીએ જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
પીએમ મોદીએ કહ્યું કે, દેશની સરહદ પર જો કોઇ એક પોસ્ટનું નામ દેશના સૌથી વધુ લોકોને યાદ હશે, અનેક પેઢીઓને યાદ રહેશે, એ પોસ્ટનું નનામ લોંગેવાલા પોસ્ટ છે. આ પોસ્ટ પર પોતાના સાથીઓએ શોર્યની એક એવી ગાથા લખી છે, જે આજે પણ દરેક ભારતીયના દિલને જોશથી ભરે છે.
પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો વાર
પીએમ મોદીએ કહ્યું કે, આપણા સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને મુંહતોડ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, તમારી વીરતા દરેક ચેતવાણી પર ભારે પડે છે. ભારતના જવાનોની કોઇ બરાબરી નથી.
તમારા ચહેરાની ખુશી જોઉં છું, તો મને અનેક ગણી ખુશી થાય: મોદી
મોદીએ કહ્યું કે, તમે ભલે બર્ફીલી પહાડો પર રહો અથવા રણમાં રહો, મારી દિવાળી તો તમારી વચ્ચે આવીને જ પુરી થાય છે. તમારા ચહેરાની રોનક જોઉં છું, તમારા ચહેરાની ખુશી જોઉં છું, તો મને અનેક ગણી ખુશી થાય છે.