વડાપ્રધાનને ફોટો ભેટ મેળવ્યા બાદ તે ફોટાને શેર કરતા લખ્યું કે, ધર્મશાલામાં મને વારાણસીની સુંદર તસવીર મળી છે. લગભગ 90 વર્ષ જુની આ તસવીરમાં નદી સાથે સાથે કાશીનો વ્યસ્ત ભાગ પણ જોઈ શકાય છે. વિચાર્યું કે, આ સુંદર ઐતિહાસિક પ્રતિકૃતિ તમારી સાથે પણ શેર કરૂ. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોને 5 દિવસમાં લગભગ 1 લાખ, 70 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો હતો. જ્યારે 7000 લોકોએ કોમેન્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈન્વેસ્ટર્સ મીટ દરમિયાન ધર્મપાલ ગર્ગે વડાપ્રધાન મોદીને વારાણસીનો 90 વર્ષ જુનો ફોટો ભેટમાં આપ્યો હતો. આ ફોટો તેમને મળીને ભેટમાં આપવા માંગતા હતા, પરંતું તેમની ઈચ્છા પુરી ન થઈ શકી. જે બાદ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા આ ફોટો તેમને વડાપ્રધાનને મોકલાવ્યો હતો. જે મોદીએ 8 નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.