પ્રવર્તમાન બીજ કાયદા મુજબ, જો બીજ નકલી હોય કે ભેળસેળવાળાં હોય તો ખેડૂતો સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી શકે છે, અને કેન્દ્રીય બીજ સમિતિએ તે મુદ્દાની તપાસ કરવાની રહે છે અને તેના પર તે મુજબ કાર્ય કરવાનું હોય છે. આ કાયદા હેઠળ નિયમો અને નિયંત્રણો પૂરતાં કડક ન હોવાથી મોટા ભાગના વચેટિયાઓ પ્રણાલિનાં છિંડાંઓનો ઉપયોગ કરીને અને પ્રણાલિમાં રહેલા જાણીતા અધિકારીઓને પ્રાર્થના કરીને છટકી જાય છે. માત્ર જ્યારે વિશાળ સંખ્યામાં ખેડૂતોને લગતો મુદ્દો હોય તેવા બનાવોમાં જ, કાયદો દોષિતોને સજા આપીને ખેડૂતોની મદદ કરે છે. થોડાક બનાવોમાં ખાનગી પરવાનાઓ પણ રદ્દ કરાયા છે. પરવાનાઓ રદ્દ કરાવા છતાં, કેટલીક કંપનીઓ અલગ નામ અને બ્રાન્ડ હેઠળ નકલી બીજોનું રિપેકેજ કરવાનો પ્રયાસ કરે છે. આવી બ્રાન્ડને તે ખાનગી પેઢીઓને અધિકારીઓ અને પ્રણાલિના અન્ય અધિકારીઓ સાથેની સાંઠગાંઠના કારણે ફરીથી પરવાના અને જરૂરી પરવાનગી મળી જાય છે.
આવી ચીજો સમયેસમયે ગરીબ અને નિઃસહાય ખેડૂતોને ગરીબીના વમળમાં ધકેલી દે છે. અનેક કંપનીઓ નીચી ગુણવત્તાનાં ઉત્પાદનોને લોકપ્રિય બ્રાન્ડના બાહ્ય પેકેટમાં પેકેજ કરવા, અને તેમનાં ઉત્પાદનો ખુલ્લા બજારમાં વેચવા જેવી બનાવટી પદ્ધતિઓ અપનાવતી હોય છે. આ તમામ દુરાચાર તકેદારી પ્રવર્તન (અમલી) પાંખોના હસ્તક્ષેપ વડે જ કાબૂમાં રાખી શકાય છે.
વર્ષ ૨૦૦૪ની સંસદીય સ્થાયી સમિતિએ બીજના કાયદાનું નિરીક્ષણ કર્યાં પછી તેના માટે કેટલાંક સૂચનો કર્યાં હતાં. જોકે આ સૂચનો વર્તમાન સરકાર દ્વારા દાખલ કરવા માટે પ્રસ્તાવિત તાજેતરના બીજ પરના મુસદ્દા ખરડામાં પ્રતિબિંબિત થયાનું લાગતું નથી. સરકાર આ ખરડા પર રાષ્ટ્ર પાસેથી મંતવ્યો માગી રહી છે. તેણે નવેમ્બરના અંત સુધીમાં સૂચનો કરવાની દરખાસ્ત કરી છે. બીજ કાયદા ૨૦૧૯ મુસદ્દા ખરડા પ્રમાણે, કલમ ૨૧ હેઠળ એવું નિવેદન કરવામાં આવ્યું છે કે આવા દુરાચારના કારણે જે ખેડૂતને નુકસાન જાય તે ૧૯૮૬ના ઉપભોક્તા અધિનિયમ મુજબ, વેચાણ કરતી કંપની પાસેથી જરૂરી વળતર મેળવવા પાત્ર હશે. જોકે તેનાથી ખેડૂતને જે નુકસાન ગયું તે ભરપાઈ તો નહીં થાય કારણકે વેચાણ કરનાર માત્ર ખરીદાયેલાં બીજની કિંમત અને તેના પર વ્યાજ, જો હોય તો, ચૂકવવા જ જવાબદાર હશે. નીચી ગુણવત્તાનાં બીજો ખરીદીને ખેડૂતને માત્ર લણણીનું જ નુકસાન નથી જતું, પરંતુ તે ચોક્કસ બીજ ખરીદીને તેને જે કૃષિ ઉત્પાદન મેળવવું છે તેના પર તેણે આપેલો સમય અને શક્તિ અને અન્ય ઉત્પાદન ખર્ચ પણ તે ગુમાવે છે. આવા ખટલાથી ખેડૂતને જ માર પડે છે કારણકે તેમણે ન્યાયાલયમાં હાજરી આપવા માટે તેમનું રોજિંદું ખેતી કામ પડતું મૂકીને આવવું પડે છે. આથી ઉપભોક્તા મંચે આવાં બધાં પરિબળોને ધ્યાનમાં રાખવાં જોઈએ અને તેના માટે કંપનીને જવાબદાર બનાવવી જોઈએ. પછી જ ખેડૂતને ચુકવવાના થતા વળતરના નિર્ણય પર આવવું જોઈએ. આ પરિવર્તન, ખેડૂત ઈચ્છે છે કે, નવા મુસદ્દા ખરડામાં સમાવિષ્ટ થાય. ખેડૂત સંઘોને પણ એવું લાગે છે કે આવા મંચો અને સમિતિઓમાં ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ પણ બૉર્ડમાં હોવા જોઈએ જેથી પારદર્શી અને માનવતાવાદી ખટલો દરેક આવા કેસમાં થઈ શકે.
વર્તમાન મુસદ્દા ખરડામાં કંપનીઓ જે બીજ વેચે તેની ગુણવત્તાના સંદર્ભે પોતે જ પોતાને પ્રમાણપત્ર આપે તે નીતિ પર પ્રતિબંધની વાત પણ છે. આ પરિવર્તનને ખેડૂત સમુદાયે ખૂબ જ આવકાર્યું છે.
જોકે ખરડામાં એમ પણ કહેવાયું છે કે વ્યાવસાયિક પાક પર ભાવ નિયંત્રણ ખૂબ જ ચોક્કસ સ્થિતિઓમાં માત્ર સમિતિ પૂરતું જ મર્યાદિત છે. આ ખેડૂતોને ખાસ મદદ નહીં કરે. આથી રાજ્ય સરકારોએ કોઈ ચોક્કસ પ્રસંગ કે પાકના પ્રકાર ગમે તે હોય, ભાવ નિયંત્રણ પ્રણાલિની જવાબદારી લેવી જોઈએ. આ નીતિને આ મુસદ્દા ખરડામાં સમાવિષ્ટ કરવી જોઈએ. ખરડાની કલમ ૪૦ હેઠળ, નિયમો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ મુજબ, વિદેશી બીજની વિવિધતાની આયાતના સંદર્ભમાં નિયમો ઘડવામાં આવ્યા છે. આયાત કરાયેલાં બીજો આયાતની તારીખથી ઓછામાં ઓછા ૨૧ દિવસ સુધી પૃથક કરાવાં જોઈએ અને તે બીજની સ્થાનિક આબોહવા સ્થિતિને અનુરૂપ અનુકૂલનશીલતા કેટલી છે તેના પર સંશોધન કરાવું જોઈએ, તે પછી જ તેને ખુલ્લા બજારમાં વેચાવા માટે મૂકવાં જોઈએ. ખેડૂત સમુદાય આવાં તમામ પરિવર્તનો સૂચિત ખરડામાં સમાવાય તે માટે વિનંતી કરી રહ્યો છે.
![બીજ પર એકાધિકારને અટકાવો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5125233_awethge4tb.jpg)
સામાન્ય રીતે બીજની ગુણવત્તા શત પ્રતિશત નિર્ધારિત કરાય છે જ્યારે પાકની ગુણવત્તા ૮૦ ટકા હોવી જોઈએ. ગુણવત્તાની આ નિર્ધારિત ટકાવારીથી નીચે હોય તો તે ખૂબ જ નીચી ગુણવત્તા કહેવાય છે. ગુણવત્તાની આ ખાતરી ખરડામાં ફરજિયાત તરીકે ઉલ્લેખાય તે જરૂરી છે. કલમ ૨૩ મુજબ, બીજ વેચવાના પરવાના અને પરવાનગીઓ માત્ર કૃષિમાં ડિગ્રી ધારકોને જ અપાવા જોઈએ. જનીનની શુદ્ધતા જેવાં પરિબળો, ખેડૂતોને નીચી ગુણવત્તાવાળાં બીજો વડે ખેડૂતોને છેતરવા જેવાં અપ્રમાણિક કૃત્યો અને બીજની કમસયે જોગવાઈ તેમજ અન્ય દુરાચારને અટકાવવા માટે વેચાણ કરનારાઓ પર એક વર્ષની જેલ અથવા/અને રૂ. ૨૫,૦૦૦થી લઈને રૂ. ૫ લાખ સુધીની ચુકવણીની જોગવાઈ કરવી જોઈએ. અગાઉ વર્ષ ૨૦૦૪ના કાયદામાં જ આવાં કૃત્યો માટે રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૫ લાખ સુધીના દંડનો ઉલ્લેખ હતો. સંસદીય સ્થાયી સમિતિએ એમ પણ કહ્યું કે મહત્તમ એક વર્ષની જેલ અને તેની સાથે/અથવા રૂ. ૨ લાખથી રૂ. ૧૦ લાખનો દંડની જોગવાઈ હોવી જોઈએ. જોકે ૨૦૧૯ના મુસદ્દા ખરડામાં દંડને ઘટાડી નાખવામાં આવ્યો છે. સંસદીય સ્થાયી સમિતિનાં સૂચનો મુજબ, તેના પર પુનર્વિચારણા કરાવી જોઈએ. વધુમાં, એવું પણ લાગે છે કે જે કંપનીઓ આવી છેતરપિંડી પદ્ધતિઓ આચરે છે તેમના પરવાના હંમેશ માટે રદ્દ કરાવા જોઈએ. આવી કંપનીઓને પીડી કાયદા હેઠળ પણ લવાવી જોઈએ જેથી તેઓ આવો દુરાચાર કરી ન શકે.
આશા કાર્યકરો, રાયતુ સ્વરાજ્ય વેદિકા અને અખિલ ભારત રાયતુ સંઘમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને વિવિધ અન્ય સૂચનો મોકલ્યાં છે. મુસદ્દા ખરડાને અંતિમ રૂપ આપતા પહેલાં, તેને મજબૂત કરતા પહેલાં અને સંસદમાં તેને પસાર કરતા પહેલાં જો આ અવલોકનોને ધ્યાનમાં લેવામાં આવશે તો તેનાથી ખેડૂત સમુદાયને ખૂબ જ મોટી મદદ મળશે.
![બીજ પર એકાધિકારને અટકાવો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5125233_afwsprdogkaet.jpg)
ખેડૂતોના અધિકારો
એવું અવલોકન કરાયું છે કે વર્ષ ૧૯૬૬માં બીજ કાયદો અમલમાં લવાયો હતો, જે આજે પણ ચાલુ છે. પરિણામે બીજ પ્રાપ્ત કરતી અને પૂરા પાડતી અનેક કંપનીઓ બીજની ગુણવત્તા સંબંધી તેમના સંશોધન અને વિશ્લેષણને દર્શાવવામાં ખાસ પારદર્શી નથી. આ જ રીતે બીજની ગુણવત્તા અંગે આવી માહિતીના સંદર્ભમાં કૃષિ મંત્રાલયની સાથે પરામર્શ પણ નથી કરતી. પરિણામે, ખુલ્લા બજારમાં જે બીજ છે તેની ગુણવત્તા અંગે મંત્રાલય પાસે કોઈ માહિતી હોતી નથી. આવી કંપનીઓ વિવિધ વચેટિયાઓને પોષે છે જે ખેડૂતોનો સંપર્ક કરે છે અને તેમને આવો દુરાચાર કરનારી કંપનીઓ પાસેથી હલકી ગુણવત્તાનાં બીજ ખરીદવા તેમને સમજાવે છે. પરિણામે વળતર ચૂકવવાના સમય દરમિયાન, કંપનીઓ એક પગલું પાછળ હટે છે અને પોતાના હાથ એમ કહીને ખંખેરી નાખે છે કે ખેડૂતોએ બીજ તેમની પાસેથી સીધાં ખરીદ્યાં નથી. આનાથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મૂકાય છે. ખેડૂત સમુદાયનું મંતવ્ય છે કે સરકારે કૃષિ મંત્રાલય દ્વારા મુશ્કેલીના સમયમાં આવી પ્રવૃત્તિઓના સાક્ષી તરીકે ઊભા રહેવું જોઈએ અને મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતને મદદ કરવી જોઈએ.
બીજના જનીનિક ઉત્પાદનના કિસ્સામાં પણ, ખાનગી કંપનીઓ પરવાનગી એક પ્રકારને વિકસાવવા માટે મેળવે છે અને તેનું ઉત્પાદન કરતી વખતે, તેઓ સંશોધનના ગેરકાયદે રસ્તાઓ દ્વારા પરવાનગી પ્રાપ્ત નહીં તેવી બીજી અનેક જાતોનું ઉત્પાદન કરી લે છે. પછી આવી જાતોનો પ્રયોગ ગરીબ અભણ ખેડૂત પર કરાય છે જે છેવટે તો નુકસાન જ પામે છે. આવા આચારો પર પ્રતિબંધ મૂકતા અનેક નિયમો અમલમાં છે, પરંતુ મોટા ભાગની કંપનીઓને ઘણી વાર પ્રણાલિમાં રહેલાં વિવિધ છિંડાંઓના કારણે અપરાધીના પાંજરામાં લવાઈને દંડ નથી કરાતો. બીજની દરેક જાતની સરકાર પાસે પેટન્ટ અને નોંધણી કરાવવી જોઈએ અને મુસદ્દા ખરડામાં તેને ફરજિયાત નિયમ બનાવવો જોઈએ. તે પછી જ ખેડૂતને ગુણવત્તાવાળા બીજથી લાભ થશે. આવાં જ પગલાંઓથી ખેડૂત જે તેની જાતે બીજની જાતને વિકસાવે છે, તે પણ બ્રાન્ડ ઇમેજ વગર, તે તેના સાથી ખેડૂતોને સફળ રીતે વેચી શકવા સમર્થ થશે.
કંપનીઓ જ્યારે બીજનું માર્કેટિંગ કરે છે ત્યારે તેઓ તેમનાં બીજના અંતિમ ઉત્પાદન સંબંધે ગુણવત્તાનાં વધુ પડતાં પરિણામો દશાવે છે. જ્યારે ખેડૂત આવાં બીજોનો ઉપયોગ કરે છે અને ઉક્ત કંપનીએ જે દાવો કર્યો હોય તે પ્રમાણે તે પરિણામો ન મેળવે ત્યારે સરકારે આવી કંપની સામે પગલાં લેવાં જોઈએ. આવી બાબતોમાં સરકાર જ અંતિમ સત્તા હોવી જોઈએ. તો જ આવા કિસ્સાઓમાં ખેડૂતને લાભ થઈ શકશે.
જ્યારે એક બહુરાષ્ટ્રીય કંપની સ્થાનિક બજારમાં પ્રવેશે છે ત્યારે એ જોવું બહુ જ જરૂરી છે કે કંપનીના ઉત્પાદનથી સ્થાનિક ખેડૂતને ફાયદો થાય અને નહીં કે આનાથી વિરુદ્ધ. આવા ઉત્પાદનમાં લાભ મેળવવા કંપનીને કોઈ સબસિડી ન મળવી જોઈએ. ઉલટું, સ્થાનિક ખેડૂત સમુદાયના લાભમાં તો એ રહેશે કે સરકાર આવી બહુરાષ્ટ્રીય કંપનીઓને ઘર આંગણે તેમનું બજાર સ્થાપવા દે. તમામ ખેડૂત સમુદાયો અને સંઘો એવો મત ધરાવે છે કે તેને મુસદ્દા ખરડાનો ભાગ બનાવવો જોઈએ અને તેને કાયદેસર કરવું જોઈએ જેથી ખેડૂતોને હકારાત્મક મદદ મળે.
વધુમાં, એ બહુ જ જરૂરી છે કે આવી ખાનગી કંપનીઓ દ્વારા બીજની જાતના દરેક ઉત્પાદન પર કડક ભાવ નિયંત્રણ હોય. નીચી ગુણવત્તાનાં બીજ વેચવાની અને ખેડૂતને છેતરવાની અપ્રમાણિક પ્રવૃત્તિ કરતી કોઈ પણ કંપનીને કાયદાનું કડક પાલન કરતી સંસ્થા હેઠળ લાવવી જોઈએ અને આકરી સજા કરવી જોઈએ. આવી કંપનીઓના પરવાના હંમેશ માટે રદ્દ કરાવા જોઈએ અને એ ખાતરી કરવી જોઈએ કે તેઓ અન્ય કોઈ નામ કે નોંધણી હેઠળ ફરીથી વેપાર કરવાનું ચાલુ ન કરી દે. બીજ ઉત્પન્ન કરતાં ઘરેલુ બીજ નિગમો કે અન્ય કોઈ વિદેશી કંપની સરકારની સંપૂર્ણ નજર હેઠળ આમ કરતી હોવી જોઈએ.
![બીજ પર એકાધિકારને અટકાવો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5125233_bdfxbyd.jpg)
નકલી બીજ પર નિયંત્રણનો અભાવ
ખેડૂતો સામાન્ય રીતે તેમનાં ખેતરોમાં કૃષિ ઉત્પાદનોમાંથી બીજને સાફ કરી અને તેમનો સંગ્રહ કરતા હોય છે જેથી તેનો નવો પાક ઉગાડવા માટે ફરીથી ઉપયોગ કરી શકાય. જોકે આ સીધા કે ફરીથી લેવાતા પાકના કિસ્સામાં જ શક્ય છે અને પાકની સંકર જાતિના કિસ્સામાં નહીં. સામાન્ય રીતે પાકની સંકર જાતિ પાકની દરેક વાવણી પહેલાં નવા ઉત્પાદન માટે વિકસે છે. આથી ખેડૂત માટે બીજ પ્રાપ્ત કરવાં, ખાસ કરીને વ્યાવસાયિક પાકના કિસ્સામાં, બીજ ઉત્પાદન કરતી કંપનીઓ પર આધાર રાખવો ફરજિયાત બને છે.
ભારત ભલે બીજ ઉત્પાદનના આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ ક્રમે ન હોય, તે બીજ ઉપયોગના બજારમાં ઉચ્ચ ક્રમે છે જ. પરિણામે, દેશના સૌથી વિશાળ સમુદાય એવા ખેડૂતોને બીજ વેચવાના આ વિશાળ બજારને કબજે કરવા સ્વદેશી અને આંતરરાષ્ટ્રીય બીજ ઉત્પાદકો અધિકારીઓ અને તંત્રને પોતાનાથી પ્રભાવિત કરવા પ્રયાસ કરી રહી છે.
વર્ષ ૨૦૦૨માં તે વખતની એનડીએ સરકાર નવી બીજ નીતિ લાવી જેથી ખેડૂત સમુદાયનાં હિતોની રક્ષા થઈ શકે અને બીજોનું ઉત્પાદન કરતી ખાનગી કંપનીઓના દુરાચારોને અટકાવી શકાય. વધુમાં, વર્ષ ૨૦૦૪માં એક મુસદ્દો ખરડો પ્રારંભિક પ્રયત્ન તરીકે આંશિક રીતે લવાયો. જોકે બીજા અન્ય મુદ્દાઓ જેટલી પ્રાથમિકતા ન મળવા જેવાં વિવિધ કારણોના કારણે તે ખરડો પસાર થઈ શક્યો નહીં.
વર્ષ ૨૦૧૦માં ફરી એક વાર, સંસદીય સ્થાયી સમિતિએ અવલોકનો કર્યાં જેને તમામ રાજ્ય સરકારોને તેમનાં સંબંધિત સૂચનો માટે મોકલાયાં. નવાં સમાવાયેલાં સૂચનો સાથે મુસદ્દો ખરડો હવે લગભગ અંતિમ રીતે તૈયાર છે.
જોકે, દેશભરના અનેક ખેડૂત સંઘોએ આ ખરડાને અસ્વીકાર્યો છે અને કહ્યું છે કે ખરડો ખેડૂત સમુદાયના બદલે કંપનીઓનાં હિતને ધ્યાનમાં રાખીને ઘડાયો છે. એવું લાગે છે કે તે ખાનગી કંપનીઓનો પ્રભાવ ઉત્પન્ન કરવાનું, વધુ તો સરકારને પ્રભાવિત કરવાનું પરિણામ હોઈ શકે છે.
હવે એ જોવાનું રહે છે કે વર્તમાન મોદી સરકાર નવા બીજ કાયદા ૨૦૧૯માં અપેક્ષિત અને ધારેલું પરિવર્તન જેનાથી ખેડૂતના ચહેરા પર સંતોષનું સ્મિત પ્રગટી શકે છે તે લાવી શકે છે કે કેમ!!
અમીરનેની હરિક્રિષ્ના