'ભારત છોડો આંદોલન'ની 77મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સહિત ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હતા. રામનાથ કોવિંદ અને નરેન્દ્ર મોદીએ સૈેનિકો સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓને સન્માનિત કર્યા બાદ PM મોદીએ પણ આઝાદીની લડતમાં ભાગ લેનારા લોકો સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત આ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી.