નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદે કોરોના સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે કોરોના સામે ઉપયોગી માસ્ક જાતે સીવ્યા અને જરુરિયાતમંદ લોકોને તેમજ શેલ્ટર હોમમાં તેનું વિતરણ કરશે.
ફોટોમાં જોઇ શકાય તેમ, ફર્સ્ટ લેડીએ સવિતા કોવિંદ લાલ માસ્ક વડે પોતાનો ચહેરો ઢાંકેલો છે અને માસ્કને સીવી રહ્યા છે.
સવિતા કોવિંદે સંદેશો આપતા જણાવ્યું કે, સાથે મળીને કોરોના વાઇરસ સામે લડી શકાય તેમ છે. ચિકિત્સકોનું કહેવું છે કે, આ વાઇરસ સામે લડવા માટે સામાજિક અંતર ખૂબ જ જરુરી છે અને તેના ફેલાવાને અટકાવવા માટે મોઢાને કવર કરવા માટે માસ્ક પણ મહત્વના છે.
માસ્ક, જે સામાન્ય રીતે કોરોનાના ફેલાવવાના અટકાવવા ઉપયોગમાં લેવાય છે, તે કાપડના માસ્ક, ત્રણ સ્તરવાળા સર્જિકલ માસ્ક અને N95 શ્વસનકર્તા છે.