ઉત્તરપ્રદેશ: કોરોના વાઇરસની બીમારીને લઇને જોઇએ તો હૉસ્પિટલ દર્દીઓને દાખલ કરવાની ના પાડી રહ્યું છે. જ્યારે દર્દીની હાલત ગંભીર હોય તો બીજી હોસ્પિટલમાં જવાની સલાહ આપી રહ્યા છે. જેના કારણે દર્દીનો ઇલાજ નથી થઇ રહ્યો અને અંતે દર્દીનું મૃત્યું થાય છે.
આવો જ એક કિસ્સો નોઈડામાં સામે આવ્યો છે, જ્યાં 8 મહિનાની સગર્ભા સ્ત્રીને તેના પતિ સાથે લઈ જવામાં આવી હતી અને અડધી ડઝનથી વધુ હોસ્પિટલોમાં તેને ક્યાંય સારવાર કરવામાં આવી નહીં.
ખાનગી હોસ્પિટલની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં પણ ઇલાજ કરવાનો ઇનકાર કરી દીધો. જે હોસ્પિટલમાં, તેની સારવાર કરવામાં આવી રહી હતી. તેમાં પણ સારવાર આપવાને બદલે બીજી હોસ્પિટલમાં જવાની સલાહ આપી અને અંતે તમામ હૉસ્પિટલોમાં ચક્કર લગાવતા લગાવતા તે મૃત્યુ પામી હતી.
આ મામલો મીડિયા સમક્ષ આવ્યો ત્યારે જિલ્લા વહીવટીતંત્રે મુખ્ય તબીબી અધિકારી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ટીમ બનાવીને આ મામલે તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.