તોગડીયાએ વર્ષ 1971માં પાકિસ્તાનના બે ભાગલા (પાકિસ્તાન-બાંગ્લાદેશ) કરનાર ભતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ લીધા વગર ઇન્દિરાના નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. તેમજ તોગડીયાએ એર સ્ટ્રાઈક પર આવતાં અનેક નિવેદનો અંગે પણ વાત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદી પર પર આકરા પ્રહારો કર્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તોગડિયાએ કહ્યું કે, "બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી, પણ શું દેશમાં આતંકી હુમલા બંધ થયા? શું સૈનિકોની શહદત બંધ થઈ? વધુમાં તમણે કહ્યું કે, હજી પણ નેતૃત્ત્વ નબળું છે. 52 મહિનામાં 488 સૈનિકો શહીદ થયા છે. આ સરકારી આંકડો છે. તે રોજ આપણા સૈનિકોને મારે છતાં પણ મોદીજી માટે પાકિસ્તાન 'મોસ્ટ ફેવર્ડ નેશન' કેમ હતું? અગલાવવાદી નેતાઓ પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યાં છે. તેમ છતાં તેમને પાંચ વર્ષની સુરક્ષા કેમ આપી? મોદીએ આ બધા સવાલોના જવાબ આપવા જોઈએ".