ETV Bharat / bharat

ભારત-અમેરિકાના વિદેશ પ્રધાને કરી ચર્ચા, કોરોના સામે લડવા સહયોગ પર મૂક્યો ભાર - કોરોના વાયરસની સારવાર

વિદેશ પ્રધાન એસ.જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ કોવિડ-19 વાઇરસની મહામારીને લઇને ફોન પર ચર્ચા કરી હતી. બન્નેએ ભારત અને અમેરિકા દ્વારા કરાવામાં આવતા સંકલિત પ્રયાસો અંગે ચર્ચા કરી હતી.

ETV BHARAT
ભારત-અમેરિકાના વિદેશ પ્રધાને કરી ચર્ચા, કોરોના સામે લડવા સહયોગ પર મુક્યો ભાર
author img

By

Published : Apr 1, 2020, 12:35 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂક્યો છે. બીજી બાજુ અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પેઓએ કોવિડ-19ના વધતા પ્રકોપને લઇને વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે ફોનના માધ્યમથી ચર્ચા કરી હતી. અમેરિકી વિદેશ પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે આ અંગે માહિતી આપી છે.

મોર્ગન ઓર્ટોગસે જણાવ્યું કે, બન્ને નેતાઓએ કોરોના વાઇરસ સામે લડવા માટે પરસ્પર એકજુટતા પર ભાર મૂક્યો હતો. પોમ્પિયોએ જયશંકર સાથેની ચર્ચામાં કોરોના જેવા આંતરરાષ્ટ્રીય સંકટ સામે લડવા માટે અમેરિકા, ભારત અને અન્ય નજીકના સહયોગી વચ્ચે નિરંતર ઘનિષ્ઠ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

  • Good call today with Indian External Affairs Minister @DrSJaishankar on the #USIndia partnership. Our close cooperation is imperative to combat the #coronavirus, including strengthening global pharmaceutical and healthcare manufacturing and supply chains.

    — Secretary Pompeo (@SecPompeo) March 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે જ પોમ્પિઓએ ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને આગળ વધારવા માટે ભારત સાથે કામ કરવાની સંયુક્ત રાજ્યની અતુટ પ્રતિબદ્ધતાને પુનરાવર્તીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં આ વાઇરસ ફેલાઇ ચૂક્યો છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 7,54,948 લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત લગભગ 192 દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.

ભારતમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે અને દેશમાં મંગળવારે કોરોના વાઇરસના 100થી વધુ નવા કેસ સામે આવ્યા બાદ આનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 1,397 થઇ છે, જ્યારે વધુ 3 દર્દીનું મોત થવાથી મૃતક આંક 35 થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.