- પ્રદૂષણનું સ્તર હજુ વધશે
દિલ્હી NCRમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરના સંબંધમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, આવનારા કેટલાક દિવસોમાં દિલ્હીવાસીઓ પ્રદૂષણથી રાહત થાય તેમ લાગતું નથી. કારણ કે, આ દિવસોમાં દિલ્હી NCRમાં હવાની ગતિ સામાન્ય છે. જેના કારણે પ્રદૂષણના કણ હવામાં જામવા લાગ્યા છે. અધિકારીઓનું માનવું છે કે, દિલ્હી સાથે જોડાયેલા પાડોશી રાજ્યોમાં પૂળા સળગાવવાની ઘટનાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ઘરેલુ કારણોથી દિલ્હી NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટશે નહીં.